________________ 278 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ની સાથે નગરીમાં ગયે. “સિંહની જેમ નીકળીને હવે ગાલ જે બન્ય” એમ કહી કહીને સામંતો વિગેરે તેનું હાસ્ય અને નિંદા, કરવા લાગ્યા, તેમજ તેને પ્રણામ પણ ન કર્યો. એટલે કંડરીક રાજા વિચારવા લાગ્યું કે –“પ્રથમ ભજન કરીને પછી એ દુષ્ટને નિગ્રહ કરીશ.” એમ ધારી તેણે તરત સર્વ પ્રકારની રસવતી તૈયાર કરાવી. પછી અનુક્રમે તેણે સર્વ રસવતીનું એવી રીતે ભેજન કર્યું કે જેથી તેને સેવકેએ ભુજાનો ટેકો આપીને શગ્યાપર આયે. ચાલવા જેટલી શક્તિ પણ રહી નહીં. પછી મધ્યરાત્રે તેને અજીર્ણ થયું, તીવ્ર શૂળ પેદા થયું, વાયુ રૂંધાઈ ગયે. એટલે તે તીવ્ર વેદનાથી પ્રલાપ કરવા લાગ્યો. તે વખતે કોઈએ તેના વ્યાધિને પ્રતિકાર ન કર્યો. એટલે તેણે ચિંતવ્યું કે –“આ રાત્રિ વ્યતીત થશે, એટલે પ્રભાતે આ મંત્રીઓ અને વૈદ્યો-સર્વને સંહાર કરીશ.” એ પ્રમાણે રેદ્રધ્યાનમાં મગ્ન થયે સતે મરણ પામીને તે સાતમી નરકભૂમિમાં નારકી થયે. - હવે પુંડરીક રાજર્ષિ ચિંતવવા લાગ્યા કે:- અહે હું ધન્ય છું, કે જેથી મને સાધુધર્મ પ્રાપ્ત થયું. હવે ગુરૂ પાસે જઈને હું ચારિત્ર અંગીકાર કરીશ. એમ ચિંતવતા અને ક્ષુધા, તૃષા, તથા તાપાદિક દુઃખથી મનમાં ચલાયમાન ન થતાં તેમણે બહુ માર્ગનું અતિક્રમણ કર્યું. પરંતુ બહુ માર્ગને ઓળંગવાથી, પગમાં રક્ત નીકળવાથી અને શ્રમવડે થાકી જવાથી તેમણે એક ગામમાં ઉપાશ્રયની યાચના કરી. ત્યાં તૃણના સંથારા પર શુભ લેચ્છાપૂર્વક બેસીને તે રાજર્ષિ મનમાં આ પ્રમાણે ભાવના ભાવવા લાગ્યા કે –“અહો! ગુરૂ સમીપે જઈને ક્યારે હું અશેષ કમને દૂર કરનારી એવી યથેચિત પ્રવ્રજ્યાને અંગીકાર કરીને નિરતિચાર તે પાળીશ?” એમ ચિંતવતાં તે અતિશય વ્યાકુળ થઈ ગયા. એટલે મસ્તક પર અંજલિ જેડી સ્પષ્ટાક્ષરથી તે આ પ્રમાણે છેલ્યા કે “અહંત ભગવંતને " નમસ્કાર થાઓ, મારા ધર્માચાર્યોને નમસ્કાર થાઓ. હે નાથ! હું અબળ (બળ રહિત) અહીં રહ્યો તે આપના ચરણ સમીપેજ રહ્યો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust