________________ ર૭૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પરિષહ સહન કરવા બહુ કઠણ છે, તેથી અત્યારે ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી રાજ્ય ભેગવ. વન વીત્યા પછી તું દીક્ષા અંગીકાર કરજે.” ઈત્યાદિ યુક્તિઓથી સમજાવતાં પણ તેણે કદાગ્રહ ન મૂ, અને રાજા તથા પ્રધાનોએ વા છતાં તેણે (કંડરીકે) દીક્ષા લીધી. રાજાએ બંધુનો દીક્ષા મહોત્સવ કર્યો. પછી “જ્યાં સુધી રાજ્યભાર ઉપાડનાર કોઈ ન થાય, ત્યાં સુધી વિભો! તમે રાજ્ય પાળે” એમ મંત્રીએના કહેવાથી પુંડરીક ચારિત્રની ભાવના ભાવતાં રાજ્ય કરવા લાગ્યા અને કંડરીક મુનિ સાધુઓ સાથે વિહાર કરતાં ચારિત્ર પાળવા લાગ્યા. એમ બહુ કાળ વ્યતીત થયે. એકદા સ્થવિર મુનિઓ પુષ્પાવતી નગરીની સમીપના ઉદ્યાનમાં પધાર્યા, એટલે કેટલાક પરજને તેમને વંદન કરવા આવ્યા. તેમને જોઈને કંડરીક મુનિને દુર્થોન ઉત્પન્ન થયું. તે વખતે વસંતકીડા કરવા આવેલા કેટલાક નગરજને ત્યાં કીડા કરતા હતા, કેટલાક નૃત્ય અને હાસ્ય કરતા હતા, કેટલાક અનેક પ્રકારના વિદ, ગાયન અને વાતો કરતા હતા તથા કેટલાક વાદ્ય વગાડતા વસંત સંબંધી વિલાસ કરતા હતા. એ અવસરે વ્રતને વિઘાત કરનાર એવું ચારિત્રાવરણીય કર્કશ કમે કંડરીકને ઉદય આવ્યું, તેથી તેણે ચિંતવ્યું કે –“અહો! આ લોકોને ધન્ય છે, કે જે ઘરે રહી સંસારસુખ ભોગવે છે, નૃત્ય અને વિવિધ ગાયન કરે છે, પુષ્પ, ચંદન અને લલના વિગેરેના સુખને સ્વાદ લે છે, તથા ઈછાનુસારે આ હાર કરે છે, અને હું તો દીક્ષા લઈને નરકસમાન દુઃખમાં પડ્યો છું મને એક ક્ષણભર પણ સુખ નથી. તુચ્છ અને તે પણ શીતળ (2) આહાર, કદ અને જવલિત (દગ્ધ) આહારનું ભેજન તથા પરિષહ સહન–એ નરક જેવું દુઃખ કેણુ ભગવી શકે? આ દુઃખદાયક દીક્ષાથી હવે સર્યું, હવે તે રાજ્યને જ પાછે સ્વીકાર કરૂં.” આ પ્રમાણે ચિંતવતાં તે મનથી ભગ્ન અને ભાવભ્રષ્ટ થયા. તેને તથાવિધિ. ભગ્ન પરિણામવાળા જાણુને સાધુઓએ તેને ત્યાગ કર્યો અને ગુરૂમહારાજે પણ તેની ઉપેક્ષા કરી. જવલિત થી દુર નરક શથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust