________________ - ર૭૪ : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પુંડરીક કંડરીક કથા. જ જંબુદ્વિીપના મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણ નામે નગરી છે. ત્યાં ન્યાયલક્ષ્મીના પાત્રરૂપ મહાપા નામે રાજા રાજ્ય કરતો હતે. તેને શીલ, વિનય, વિવેક, ઔદાર્ય અને ચારૂ ચાતુર્ય વિગેરે ગુણયુક્ત પદ્માવતી નામે રાણી હતી. તથા શસ્ત્ર અને શાસ્ત્રમાં વિશારદ એવા પુંડરીક અને કંડરિક નામના બે પુત્ર હતો. તે રાજા ન્યાયપૂર્વક પિતાની પ્રજાનું પાલન કરતા હતા. એકદા નગરની બહાર નલિનીન નામના ઉદ્યાનમાં બહુ સાધુઓના પરિવાર સહિત શ્રીસુત્રતાચાર્ય નામના ગુરૂમહારાજ પધાર્યા. એટલે તેમનું આગમન જાણુને રાજા વનમાં જઈ ગુરૂમહારાજને નમસ્કાર કરીને એગ્ય ભૂભાગ પર બેઠે. પછી ગુરૂ ધર્મોપદેશ દેવા લાગ્યા કે:-“હે ભવ્ય જન ! આ જગતમાં ભ્રમણ કરતાં જીને મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, તે પર શ્રદ્ધા અને સંયમમાં મહાવીર્ય—એ ચાર વસ્તુઓ અતિશય દુર્લભ છે.” ઈત્યાદિ ગુરૂએ આપેલ ધર્મ દેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પોતાના જ્યેષ્ઠ પુત્ર પુંડરીકને રાજ્યભાર સેંપી રાજાએ દીક્ષા અંગીકાર કરી. પછી વૈદ પૂર્વ અભ્યાસ કરીને તે રાજર્ષિ વિવિધ તપ પૂર્વક શ્રમણ્ય પાળવા લાગ્યા. પ્રાંતે સંલેખન કરી દેહને તજી સર્વ દુઃખને ક્ષીણ કરીને નિર્વાણપદને પામ્યા. હવે કેટલાક કાળ પછી તેજ સ્થવિર મુનિઓ વિહાર કરતાં પુન: પુંડરીકિ નગરીએ પધાર્યા. એટલે પુંડરીક રાજા સ્થવિરેનું આગમન જાણીને અનુજ બંધુ તથા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયે. ભક્તિપૂર્વક ગુરૂને વંદન કર્યું, એટલે ગુરૂમહારાજે સવિસ્તર ધર્મદેશના આપી. તે સાંભળી લઘુકમ પણાથી તે ધર્મદેશ. નાને અંતરમાં ભાવતાં પુંડરીક રાજાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે. તે તરતજ પોતાની નગરીમાં આવ્યું અને પોતાના અમાને બોલાવી તથા કંડરીકને આગળ કરીને હર્ષ સહિત આ પ્રમાણે બોલ્યો કે - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust