________________ ~ ~ -~ સનત કુમારની કથા. ર૭૩ નિરપેક્ષ છે, તથાપિ હું તમારા વ્યાધિને નાશ કરવા ઈચ્છું છું.’ મુનિ બેલ્યા કે –“હે વૈદ્ય! દ્રવ્યવ્યાધિને કે ભાવવ્યાધિને? કેમનો પ્રતિકાર કરવા તમે ઇચછે છે?” વૈદ્યરૂપે ઈંદ્ર બોલ્યા કે –“દ્રવ્યભાવ વ્યાધિના ભેદને હું જાણતા નથી. એટલે મુનિ બેલ્યા કે:-“દ્રવ્ય વ્યાધિ તો પ્રગટ દેખાય છે અને ભાવવ્યાધિ તે કર્મ છે. તે કર્મનો પ્રતિકાર તમે કરી શકે તેમ છે?” ઈંદ્ર બોલ્યા કે –“હે સ્વામિન! કર્મવ્યાધિ તે બહુ વિકટ છે, તેને ઉછેદ કરવાને હું સમર્થ નથી.” એટલે મુનિએ પિતાની આંગળીને પિતાના લેમથી લિપ્ત કરતાં તે સુવર્ણ જેવી સુંદર બની ગઈ. તે આંગળી વૈવને બતાવીને કહ્યું કે હે વૈદ્યરાજ ! મારે આ દ્રવ્યવ્યાધિને પ્રતિકાર કરે હોય તે મારામાંજ તેવી શક્તિ છે, પણ મારી તેવી ઈચ્છા નથી. મારાં કરેલાં કર્મ મારેજ ભેગવવાનાં છે, માટે વ્યાધિની પ્રતિક્રિયા શું કામ કરવી ?" પછી ઇંદ્ર પ્રશંસાપૂર્વક ત્રણ પ્રદક્ષિણું દઈ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી મુનિને વારંવાર અભિવંદન કરીને સ્વસ્થાને ગયા. શ્રીમાન સનકુમાર મુનીંદ્ર પણ ઘણાં કર્મોને ક્ષય કરી આયુ પૂર્ણ થતાં સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવ થયા. ત્યાં દેવ સંબંધી આયુ પૂર્ણ ભેળવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા. આવી રીતે તપને અપાર મહિમા જણને કર્મને નિર્મૂળ કરવા તત્પર એવા મહાત્માઓએ યથાશક્તિ તપ અવશ્ય કરવું. | ઇતિ સનમાર ચકી કથા. હવે ભાવધર્મ કહેવામાં આવે છે. ભાવ એ ધર્મને મિત્ર છે. તે કમેધનને ભસ્મ કરવા અગ્નિસમાન છે અને સત્કૃત્યરૂપ અન્નમાં * તે વૃતસમાન છે. ભાવપૂર્વક અ૫ સુકૃત કરેલ હોય, તે પણ પુરૂ ને સર્વ અર્થની સિદ્ધિને આપે છે. કારણ કે:-“જેમ ચુને ચે. પડ્યા વિના તાંબુલમાં રંગ આવતું નથી તેમ ભાવવિના દાન, શીલ, તપ અને જિનપૂજા વિગેરેમાં અધિક લાભ પ્રાપ્ત થતું નથી.” ભાવથી ભ્રષ્ટ થયેલા પુરૂષને સર્વત્ર ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ભાવથી એક દિવસ પાળવામાં આવેલ ચારિત્ર પણ સદ્દગતિ આપે છે. તે સંબંધમાં પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે - 35 ' P.P.A.C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust