________________ સનકુમારની કથા. ર૭૧ કરી રાજસભામાં આવ્યા એટલે તેણે પેલા બ્રાહ્મણોને બેલાવ્યા. તેમણે આવી ચકીના દેહની વિલક્ષણ (રોગગ્રસ્ત) શોભા જોઇ વિષાદ ઉત્પન્ન થવાથી શ્યામ મુખ કરીને રાજાને કહ્યું કે અહો! મનુષ્યના રૂપ, તેજ, વન અને સંપત્તિએ અનિત્ય અને ક્ષણવારમાં નાશ પામી જાય તેવી છે. એટલે સનસ્કુમારે તેમને પૂછયું કે:-“બ્રાહ્મણે! તમે સવિષાદ અને સંભ્રાંત થઈને કેમ બેલો છે?” એટલે તેઓ પુન: બોલ્યા કે - “હે નરેંદ્ર! દેવોના રૂપ, તેજ, : બળ અને લક્ષમી તે આયુષ્યમાંથી શેષ છ માસ રહે ત્યારેજ ક્ષીણ થાય છે, પણ મનુષ્યના દેહની શોભા તે ક્ષણવારમાં ખતમ થઈ જાય છે. અમે તો તમારા રૂપની શોભામાં આશ્ચર્ય જોયું છે. અહે સંસારની અનિત્યતા ! કે જે પ્રભાતે હોય છે તે બપોરે હોતું નથી, અને બપોરે હોય છે તે રાત્રે હેતું નથી. આ સંસારમાં બધા પદાર્થો અનિત્યજ દેખાય છે.” ચકી બેલ્યા કે-“તમે તે શી રીતે જાણ્યું? એટલે તે પ્રગટ થઈને રાજાની આગળ યથાસ્થિત પરમાર્થ કહેવા લાગ્યા કે:-“ઇદ્ર વર્ણવેલા તમારા રૂપને અણસદહતા અમે અહીં આવ્યા હતા. પ્રથમ તે ઇ વર્ણવ્યા કરતાં પણ તમારું રૂપ અધિક અમે જોયું હતું પણ ક્ષણવારમાં તે સર્વ નષ્ટ થઈ ગયું છે. તમારા શરીરમાં અનેક રોગો પ્રગટ થઈ ગયા છે અને શરીર બધું નિસ્તેજ થઈ ગયું છે, હવે તમને ચગ્ય લાગે તે કરજે.” આ પ્રમાણે કહીને તે બંને દેવે સ્વર્ગમાં ચાલ્યા ગયા. ઉપદેશમાળામાં કહ્યું છે કે:- ક્ષણવારમાં દેહ ક્ષીણ થતાં દેના કહેવા પરથી જેમ સનકુમાર ચકી બેધ પામ્યા, તેમ કેટલાક સપુરૂષે સત્વર સ્વયમેવ બંધ પામે છે.” હવે સનસ્કુમારચકી દેવોના વચનથી વિસ્મય પામીને દિવ્ય કંકણ અને બાજુબંધથી વિભૂષિત એવા પિતાના બાહુયુગલને જોવા લાગ્યા. તે તેને તે નિસ્તેજ લાગ્યું. હાર અને અર્ધહારથી વિભૂષિત એવું વક્ષસ્થળ રજથી આચ્છાદિત થયેલા સૂર્યબિંબની જેવું શભારહિત તેને જોવામાં આવ્યું. એ પ્રમાણે સર્વ અંગને પ્રભારહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust