________________ સનકુમારની કથા. કુમાર તથા તેના મિત્રને સુંઢથી પોતાના સ્કંધપર લઈને તે આકાશમાં ઉડ્યો, હાથીના સ્કંધપર બેસીને કુમાર વસુધાપરના વિવિધ કૌતુક જેવા લાગ્યા, તે હાથીએ અનુક્રમે વૈતાઢ્ય પર્વત પર જઈ દક્ષિણ શ્રેણિમાં રથનપુર નગરની સમીપના ઉપવનમાં બંને કુમારને ઉતારી મૂક્યા. પછી તે હાથીએ નગરમાં જઈને રાજાને નિવેદન કર્યું કે - હે સ્વામિન! હું સનસ્કુમારને લાવ્યો છું.”એટલે ત્યાંના કમલગ નામના રાજાએ સપરિવાર વનમાં જઈ સનસ્કુમારને પ્રણામ કરીને કહ્યું કે –“હે સ્વામિન્! મદનકના નામે મારી પુત્રી છે, તેને વૈવનસ્થ જાણીને મેં એક નૈમિત્તિકને પૂછયું કે –“આને વર કેણુ થશે?” એટલે તે બે કે –એને સનકુમાર ચકવરી” ભર્તાર થશે.” માટે તમને બોલાવવા મેં હાથીને રૂપે વિદ્યાધરને મોકલ્યો હતો, તેથી આપ અહીં આવ્યા એ બહુ સારું થયું, હવે આપ નગરમાં પધારે.” પછી સનસ્કુમાર મહોત્સવપૂર્વક નગરમાં ગયા, એટલે ત્યાં રાજાએ પિતાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું, તે વખતે બીજા વિદ્યાધરીએ પણ પોતપોતાની કન્યાઓ તેને આપી, એમ પાંચસો કન્યાઓને એક સાથે તે પરણ્યા. પછી ઉત્તર શ્રેણિના વિદ્યાધરેની પણ તે પાંચસે કન્યાઓ પરણ્યા, પછી ત્યાંના સર્વ વિદ્યાધર રાજાઓએ મળીને તેમને રાજ્યાભિષેક કર્યો, અને કહ્યું કે –“અમે તમારા આજ્ઞાધારી સેવક છીએ.” પછી કેટલાક દિવસો ત્યાં રહીને ચતુરંગ સેના સહિત આકાશગામી વિમાનપર આરૂઢ થઈ તે પિતાના નગરમાં આવ્યા, અને પુત્રવિરહથી દુઃખિત થયેલા પિતાને નમ્યા, એટલે માતાપિતા તથા નગરજનો પરમ આનંદ પામ્યા. એકદા ચક વિગેરે સૈદ મહા રત્ન પ્રકટ થયા, એટલે અનુક્રમે સમસ્ત ભરતને તેણે સાધ્યું, પછી નવનિધાન પ્રગટ થયા, એટલે તજસ્વી, વિશ્વવિખ્યાત અને સુપ્રસિદ્ધ એવા તે મહાન ચકવસ્તી થયા. પછી ચક્રવત્તી સંબંધી ઉદાર ભેગ ભેગવતાં તેને કાળ વ્યતીત થવા લાગે. - એકદા દેવલોકમાં ઈદ્રસભામાં બેસીને સૈધર્મદ્રનાટક જોઈ રહ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust