________________ મદનરેખાની કથા. 267 wwwmonavoir બોલ્યા કે પ્રથમ તમારી નગરીમાં રહેલા ચરોને નિગ્રહ કરીને પછી ચારિત્ર ." કષિ બોલ્યા કે “અરે મહાનુભાવ! મેં રાગાદિક ચેરેને નિગ્રહ કર્યો છે.” ઈદ્ર બોલ્યા કે:-“હે રાજર્ષિ! પ્રથમ ઉદ્ધત રાજાઓને કબજે કરીને પછી સંયમ ." ઋષિ બેલ્યા કે - “બીજા સુભટને જય કરવાથી શું? કર્મનો જય કરે તે જ પરમ જય છે, તેને માટેજ માટે પ્રયત્ન છે.” ઇંદ્ર બોલ્યા કેડ-ગ્રહસ્થાવાસ જેવો બીજે ધર્મ નથી, કે જેમાં દીન જનેને દાન આપી શકાય છે.” ત્રાષિ બોલ્યા કે -ગૃહસ્થ ધર્મ સાવદ્ય હોવાથી તે સર્ષવ સમાન છે અને મુનિધર્મ નિરવા હેવાથી તે મહા મેરૂપર્વત સમાન ઉચ્ચ છે. ઇંદ્ર બોલ્યા કે:-“ હાથમાં આવેલા ભેગેને શા માટે ત્યાગ કરે છે? માટે પ્રથમ અતિ દુર્લભ ગ ભેળવીને પછી સંયમ લેજો.” મુનિ બોલ્યા કે –“દષ્ટિ વિષ–સપ સમાન અને શલ્ય સમાન એ ભેગ બહુ વાર ભેગવ્યા, છતાં આ અસંતુષ્ટ જીવને તૃપ્તિ થઈજ નથી.” આ પ્રમાણે ઇદ્દે અનેક વાત કહ્યા છતાં નમિરાજર્ષિ વ્રતથી લેશ પણ ચલાયમાન ન થયા એટલે શકેંદ્ર સાક્ષાત્ પિતાનું રૂપ પ્રગટ કરી તેમને નમસ્કાર કરીને બોલ્યા કે:-“હે મહાત્મન ! તમે ધન્ય અને કૃતકૃત્ય છે, તમે મહાનુભાવ છે, તમારું કુળ પણ લાધ્ય છે, કે જેથી તમે તૃણની જેમ સંસારને ત્યાગ કરી દીધો છે.” એ પ્રમાણે સ્તુતિ, નમસ્કાર કરી અને ત્રણ પ્રદક્ષિણા દઈ જેના કુંડળ દેદીપ્યમાન છે એવા હરિ (ઇદ્ર) દેવલોકમાં ગયા અને પ્રત્યેકબુદ્ધ એવા નમિરાજર્ષિ સુંદર ચારિત્રને નિરતિચારપણે આરાધી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. મદનરેખા સાધવી પણ ચારિત્ર પાળીને મોક્ષે ગયા. જેઓ મદનરેખાની જેમ અખંડ શીલ પાળે છે, તેમને ખરેખર ધન્ય છે. તેઓ સત્વર મુક્તિને પ્રાપ્ત કરે છે. વળી જેઓ નમિરાજર્ષિની જેમ રાજ્યને ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરીને નિરતિચાર પાળે છે, તેઓને પણ ધન્ય છે. તેવા ભવ્ય જને અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. * ઇતિ નિમિરાજર્ષિ-મદનરેખા કથા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust