________________ ર૬૬ . શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. પ્રાસાદ પર, ફલિત વૃક્ષ પર અને ગજેંદ્ર પર આરહણ કરેલ પોતાને સ્વપ્નમાં દેખે તે તે પ્રશસ્ત ગણાય છે. પરંતુ પૂર્વે મેં આવો શેલરાજ જયેલ છે.”એમ ચિંતવતાં શુભ અધ્યવસાયથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જોયું કે–પૂર્વ મનુષ્યભવમાં ચારિત્ર પાળીને હું દશમાં પ્રાણુત દેવલોકમાં દેવ થયે હતે. તે ભવમાં જિનેશ્વરના જન્મોત્સવ પ્રસંગે હું મેરૂપર્વત પર આવ્યું હતું, તે વખતે મેં મેગિરિ જે હતો. પછી સ્વયમેવ પ્રતિબોધ પામી પિતાના સામ્રાજ્ય પર પુત્રને બેસારીને દેવતાએ આપેલ સાધુવેષ લઈ તેણે દીક્ષા અંગીકાર કરી. નગરમાંથી નીકળતા નમિરાજર્ષિને જોઈને શકેંદ્ર વિપ્રના વેષે તેમની પરીક્ષા કરવા આવ્યા અને બોલ્યા કે –“હે મહારાજ ! આ તમારું જીવદયા વ્રત કેવું? તમે વ્રત લીધું તેથી આખી નગરીના લોકે આકંદ કરે છે, માટે પરને પીડા કરનાર વ્રત તે અયોગ્ય કહેવાય.” એટલે મુનિ બેલ્યા કે –“મારૂં વ્રત એમને દુઃખનું કારણ નથી, પણ તેમના સ્વાર્થની હાનિ તેમને દુઃખનું કારણ છે. માટે તેમની જેમ હું પણ મારે સ્વાર્થ સાધવા તૈયાર થયે છું, એટલે મારે બીજાની ચિંતા કરવાથી શું ?" પુન: ઇંદ્ર બોલ્યા કે - હે મુને ! આ તમારા બળતા ઘર અને અંતઃપુરની કેમ ઉપેક્ષા કરે છે ?" મુનિ બેલ્યા કે –“મને કોઈ બાધા કરનાર નથી. તેમ મિથિલા બળે , છે, તેમાં મારું કાંઈ બળતું નથી.” એટલે ઇંદ્ર બોલ્યા કે –“અરે મહાત્મન ! નગરીને ફરતા નાના પ્રકારના મંત્રયુક્ત કિલે કરાવીને પછી સંયમ 0." એટલે રાજર્ષિ બોલ્યા કે - હે ભદ્ર! સંયમ એ મારૂં નગર છે, તેને સમભાવ રૂપ કિલ્લો છે અને તેમાં નય એ મંત્ર છે.’ પુન: શક બોલ્યા કે:-“હે ક્ષત્રિય! લેકેને રહેવાને માટે મનહર પ્રાસાદે કરાવીને દીક્ષા લે.” મુનિ બોલ્યા કે –મોક્ષનાગ૨માં મારે માટે નિશ્ચળ મંદિર કરેલું છે, તે પછી મારે બીજા ઘરનું અથવા બીજાઓને માટે ઘર કરાવવાનું શું પ્રયોજન છે?” ઇંદ્ર 1 શકેંદ્ર દેવશક્તિથી તેવું બતાવ્યું હતું–સાચું નહતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust