________________ ર૬૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માણે મનમાં નિશ્ચય કરી પોતાની ગુરૂણની અનુજ્ઞા લઈને કેટલીક સાધ્વીઓના પરિવાર સહિત સુવ્રતા સાથ્વી સુદર્શનપુરમાં નમિરાજા પાસે આવ્યા. એટલે અભ્યસ્થાન પૂર્વક ઉંચા આસન પર બેસારી નમિરાજાએ ભક્તિપૂર્વક મદનરેખાને વંદન કર્યું. પછી રાજા ભૂમિ પર બેઠે એટલે સાધ્વીએ ધર્મદેશના આપી અને આ પ્રમાણે તેને રહસ્ય સમજાવ્યું કે –“હે રાજન ! રાજ્યલક્ષમી અસાર છે. જીવઘાતથી પ્રાણને અવશ્ય નરકમાં જ જવું પડે છે, માટે સંગ્રામથી નિવૃત્ત થા. વળી વડીલ ભ્રાતા સાથે તે વિગ્રહ થાયજ કેમ?” નિમિરાજે પૂછ્યું કે એ મારે જયેષ્ઠ ભ્રાતા શી રીતે?”એટલે સાધ્વીએ બધું યથાતથ્ય સ્વરૂપ તેને કહી બતાવ્યું અને વિશ્વાસને માટે મુદ્રિકા અને રત્નકંબળની નિશાની આપી. પછી નમિરાજાએ પોતાની પાળક માતા પુષ્પમાળાને પૂછતાં તેણે મુદ્રિકા વિગેરે બતાવ્યાં, તથાપિ માનને લીધે નમિરાજા સંગ્રામથી નિવૃત્ત ન થયો. એટલે સુવ્રતા સાધ્વી ચંદ્રયશા પાસે ગયા. ત્યાં તેણે તે તરતજ ઓળખ્યા, એટલે અસ્પૃથાન તથા આસન વિગેરે સત્કાર અને નમસ્કાર કરીને તે સામે બેઠે. તે વખતે તેનું અંત:પુર તથા પરિવાર વિગેરે પણ આવીને તેમને નમ્યા. પછી ચંદ્રયશાએ પૂછયું કે:-“હે ભગવતિ ! તમારે આવું ઉગ્રવત કેમ સ્વીકારવું પડ્યું?” એટલે તેણે પોતાનો યથાસ્થિત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી રાજાએ પૂછ્યું કે - “તે સ્વપ્નસૂચિત મારે ભ્રાતા કયાં છે?” સાધ્વી બોલ્યા કે - જેણે બહારથી તારા નગરને ઘેરી લીધું છે, તે નમિરાજાજ તારે સહાદર છે.” એટલે હર્ષાકુળ થઈને ચંદ્રયશા તેને મળવાને માટે તેની સમુખ ચાલ્યા. તેથી નમિરાજ પણ હર્ષિત થઈને તેની સન્મુખ આવ્યું અને વડીલ બંધુને પગે પડ્યો. પરસ્પર સનેહથી તેઓ મળ્યા. પછી મહોત્સવપૂર્વક નમિરાજાને નગરમાં પ્રવેશ કરાવી ચંદ્રયશા રાજા આંખમાં આંસુ લાવીને બોલ્યો કે:–“હે વત્સ! પિતાના મરણને જોયા પછી રાજ્યપર મને કિંચિત્ પણ પ્રીતિ નથી, પરંતુ રાજ્યધુરાને ધારણ કરનારના અભાવને લીધે આટલો કાળ મારે તે ધારણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust