________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અભીષ્ટ છે, તે સુખ આપવા જિનધર્મ સિવાય બીજું કઈ સમર્થ નથી; તથાપિ મને મિથિલાપુરીમાં સત્વર લઈ જાઓ, ત્યાં પુત્રમુખ જોઈને પછી હું ધર્મ-કર્મમાં વિશેષ યત્ન કરવા ઈચ્છું છું. એટલે તે દેવ તેને તરતજ મિથિલાપુરીમાં લઈ ગયે કે જ્યાં શ્રી મલ્લિનાથ પ્રભુના દીક્ષા, જન્મ અને કેવળ જ્ઞાન–એ ત્રણ કલ્યાણક થયેલા છે. ત્યાં તીર્થભૂમિની બુદ્ધિથી જિનચૈત્યને નમસ્કાર કરી નજીકના ઉપાશ્રયમાં સાધ્વીઓને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું. એટલે તેમણે ધર્મોપદેશ આપે કે –“આ દુર્લભ માનવભવ પામીને પ્રત્યક્ષ ધમધર્મના ફળને જાણે ધર્મકાર્યમાં સદા ઉદ્યમ કર.” ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી તે દેવ બે કે –“હે સુંદરી! ચાલ, આપણે રાજમંદિરમાં જઈએ, ત્યાં તને તારો પુત્ર બતાવું.” એટલે તે બેલી કે –“હવે ભવના હેતુરૂપ પુત્રહથી સર્યું, ભવમાં ભમતાં પ્રાણએને પુત્રાદિ પરિવાર તો ઘણીવાર પ્રાપ્ત થયેલ છે, માટે હવે મારે દીક્ષા લેવી છે, તેથી આ સાધીઓના ચરણજ મને શરણભૂત છે.” મદનરેખાએ આ પ્રમાણે કહ્યું, એટલે તે દેવ સાધ્વીઓને તથા મદનરેખાને નમસ્કાર કરીને સ્વર્ગે ગયો અને મદનરેખાએ સાધ્વી પાસે દીક્ષા અંગીકાર કરી. તેનું સુત્રતા એવું નામ રાખવામાં આવ્યું. પછી દુષ્કર તપ તપતાં તે નિરતિચારપણે ચારિત્રપાળવા લાગી. - હવે તે બાળકના પ્રભાવથી સર્વે રાજાઓ આવી આવીને પરથ રાજાને નમ્યા, તેથી પદ્યરથ રાજાએ તેનું નમિ એવું નામ રાખ્યું. પછી ધાત્રીઓથી લાલન પાલન કરાતો તે અવસરે સર્વ કળાઓ શીખે અને શુકલપક્ષના શશાંકની જેમ વૃદ્ધિ પામીને અનુક્રમેં તે વનાવસ્થા પામ્યું. એટલે પિતાએ તેને એક હજારને આઠ કુલીન કન્યાઓ પરણાવી. પછી નમિકુમારને રાજ્યોગ્ય જાણું પદ્યરથ રાજાએ તેને રાજ્યપર સ્થાપી પતે દીક્ષા અંગીકાર કરી. અને કર્મ ખપાવીને તે મેક્ષે ગયા. સર્વ રાજાઓને નમાવતાં . નમિરાજા અનેક પ્રકારની ઉનતિને પામ્યું. હવે જે રાત્રે મણિરથે યુગબાહુને ઘાત કર્યો તેજ રાત્રે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust