________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. થયે, પરંતુ મારે શીલનું તો અવશ્યમેવ રક્ષણ કરવું જ જોઈએ.” એમ ચિંતવીને તે બોલી કે –“અહે! મહાનુભાવ! પ્રથમ નંદીશ્વર દ્વીપે લપ જઈને તમે મને જિવંદન અને મુનિવંદન કરાવે, પછી હું તમારું પ્રિય કરીશ.” એટલે સંતુષ્ટ થઈને તે વિમાનમાં બેસારી એક ક્ષણવારમાં તેને નંદીશ્વરદ્વીપે લઈ ગયે. આ નંદીશ્વરદ્વીપમાં આવા પ્રકારની સ્થિતિ છે–ચાર ચૈત્ય ચાર અંજનગિરિપર, સેળ ચૈત્ય સેળ દધિમુખપર અને બત્રીશ ચૈત્ય બત્રીશ રતિકરાર છે. એ પ્રમાણે કુલ બાવન જિનાલયો છે. તે સે ચેજન લાંબા, પચાશ જન વિસ્તૃત અને બહોતેર એજન ઉંચા છે. વિમાનમાંથી નીચે ઉતરીને તે બંનેએ પૂર્વોક્ત સર્વે ચૈત્યમાં રહેલી બાષભ, ચંદ્રાનન, વારિણુ અને વર્ધમાન–એ ચારે નામની શાશ્વત જિનેશ્વરોની પ્રતિમાઓનું ભક્તિપૂર્વક પૂજન અને વંદન કર્યું. પછી મણિચૂડ મુનીશ્વરને નમસ્કાર કરીને તે બંને તેમની પાસે બેઠા. એટલે જ્ઞાની મુનીશ્વરે જ્ઞાનવડે મદનરેખાને વ્યતિકર જાણીને મણિપ્રભને ધર્મદેશનામાં શીળધર્મ સંબંધી પ્રતિબેધ આપે. પછી મણિપ્રભ વિદ્યાધરે મદનરેખાને ખમાવી અને તે બે કે આજથી તું મારી ભગિની છે. તું કહે, હવે હું શું તારૂં અભીષ્ટ કરૂં ?" મદનરેમ બોલી કે --“હે બાંધવ! આ તીર્થના દર્શન કરાવીને તે મારૂં બધું અભીષ્ટ કર્યું છે. પછી મદનરેખાએ મુનિને પૂછ્યું કે –“ભગવન્! મારા પુત્રને વ્યતિકર કહો.” મુનિ બેલ્યા કે –“ભદ્ર! પૂર્વે બે રાજપુત્રો હતા. ધર્મારાધન કરીને તે બંને દેવ થયા. ત્યાંથી અવીને એક મિથિલાપતિ પદારથ રાજા થયે અને બીજે તારો પુત્ર થયે. અશ્વથી ખેંચાઈ આવેલા પઘરથ રાજાએ તારા પુત્રને લઈને પોતાની પ્રિયા પુષ્પમાલાને સેંચે છે, અને પુત્રલાભથી સંતુષ્ટ થઈને પૂર્વ ભવના સ્નેહને લીધે તેણે મિથિલામાં પુત્રજન્મ મહોત્સવ કર્યો છે. તારે પુત્ર ત્યાં સુખે રહે છે, તે સંબંધી તારે ચિંતા કરવા જેવું નથી.” - મુનિ આ પ્રમાણે વાત કરે છે એવામાં ચંદ્ર અને રવિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust