________________ 258 -- ww શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર શુભ ધ્યાનથી મરણ પામીને તે પાંચમાં બ્રહ્મદેવલોકમાં દશ સાગરેપમના આયુષ્યવાળો દેવ થયા. પિતાના પિતાના મરણથી ચંદ્રયશા અતિશયરૂદન કરવા લાગે, એટલે મદનરેખાએ મનમાં વિચાર કર્યો કે - “અહો ! મારા રૂપને ધિકાર થાઓ. હું ભાગ્યહીન છું કે જેથી મારું આવું રૂપ પુરૂષરત્નના અનર્થનું મૂળ થયું. જે દુરાત્માએ મારા નિમિત્તે પોતાના ભ્રાતાને મારી નાખે, તે પાપી મને બળાત્કારથી પણ ગ્રહણ કર્યા સિવાય નહિ રહે, માટે હવે મારે અહીં રહેવું યોગ્ય નથી, તે હવે અન્ય સ્થળે જઈને હું પરવશપણે કંઈ કાર્ય કરીને નિર્વાહ કરીશ, નહિ તે એ પાપી મારા પુત્રને પણ મારી નાખશે.” આ પ્રમાણે વિચારીને મધ્ય રાત્રે તે સ્થાનમાંથી બહાર નીકળી, મદનરેખા પૂર્વ દિશામાં એક મોટી અટવીમાં ચાલી ગઈ. રાત્રિ વ્યતીત થતાં બીજે દિવસે મધ્યાહ્ન સમયે એક સરોવર આગળ જઈને તેણે જળપાન કર્યું અને ફળાહારથી પ્રાણવૃત્તિ કરી. માર્ગમાં શ્રમને લીધે તે ખિન્ન થઈ ગઈ હતી તેથી વિશ્રાંતિ લેવા તે એક કદલીઝહમાં સુતી. ત્યાં પતિ મરણ અને પુત્રવિરહના દુઃખથી તથા માર્ગના શ્રમથી તેને નિદ્રા આવી ગઈ. તે રાત્રિએ પણ તે ત્યાંજ સુઈ રહી. રાત્રિમાં વાઘ, સિંહ, ચિત્રા તથા શગાલ વિગેરે ભયંકર પ્રાણીઓના ભત્પાદક અવાજથી ભયભીત થયેલી તે વારંવાર નમસ્કારમંત્રને ચિંતવવા લાગી. એવામાં મધ્ય રાત્રે ઉદરવ્યથા થવા લાગી, અને થોડા વખતમાં જ સર્વ લક્ષણસંપૂર્ણ તથા સૂર્યના જેવા તેજસ્વી પુત્રને તેણે મહાકષ્ટથી જન્મ આપે. પ્રભાતે તે પુત્રને રત્નકંબલથી લપેટીને અને તે બાળકના હાથમાં યુગગાહના નામથી અંકિત એવી મુદ્રિકા પહેરાવીને પોતે પોતાનાં વસ્ત્ર તથા શરીર દેવાને માટે સરવરપર ગઈ. ત્યાં જળમાં એક હાથી કીડા કરતો હતો, તેણે મદનખાને સુંઢવડે પકડીને આકાશમાં ઉડાડી. એ વખતે નંદીશ્વર દ્વીપથી આવતા કેઈ યુવક વિદ્યારે તેના રૂપમાં મેહિત થઈને આકાશથી પડતી તેને અધર ઝીલી લીધી, અને રૂદન કરતી એવી તેને તે વૈતા રહના એ માં વાઘ, ચિલી ગઈ. તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust