________________ ર૭૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. છે, એવામાં ઈશાન દેવલોકથી સંગમ નામને દેવ સંધર્મેન્દ્ર પાસે કાંઈ કાર્યપ્રસંગે આવ્યું. તેના દેહની પ્રભાથી સભામાં રહેલા બધા દે સૂર્યોદય થતાં ચંદ્રાદિક ગ્રહોની જેમ પ્રભા અને તેજ રહિત ભાસવા લાગ્યા. પછી પિતાને કરવાનું કાર્ય કરીને તે સંગમ પિતાના વિમાનમાં પાછો ચાલ્યા ગયે. એટલે વિસિંમત થયેલા દેવોએ દેવેંદ્રને પૂછયું કે;–“આ દેવ કેમ અત્યંત તેજસ્વી જણાતે હતે.” ઈદ્ર બોલ્યા કે –“અહો દે ! સાંભળે એણે પૂર્વ ભવમાં આંબિલ–વર્ધમાન નામને તપ કર્યો હતો, તેથી એ આ તેજસ્વી થયો છે. પુનઃ દે. એ પૂછ્યું કે -સ્વામિન્ ! મનુષ્યલોકમાં કઈ અધિક સ્વરૂપવાન છે?” એટલે દેવેંદ્ર બોલ્યા કે –“અત્યારે મનુષ્યલેકમાં હસ્તિનાગપુરમાં કુરુવંશના ભૂષણ સમાન સનકુમાર ચકવતી રાજ્ય કરે છે. તે દેવો કરતાં પણ અધિક રૂપવાન છે.” તે સાંભળીને બધા દેવતાઓ આશ્ચર્ય પામ્યા. તે વખતે જય અને વિજય નામના બે દેવ ઈદ્રનાં વચનને અણુસહતાં વિપ્રરૂપે મનુષ્યલોકમાં આવ્યા, અને ચકવરીના ભુવનના દ્વાર પાસે આવી દ્વારપાળની રજા લઈ રાજભુવનમાં જઈ સનસ્કુમારના રૂપને જોયું તેથી તે પરમ હર્ષ પામ્યા અને બોલ્યા કે - “ઇંદ્ર જે કહ્યું હતું તે સત્ય છે. તે વખતે સનકુમાર ચકી તૈલ મર્દન કરાવતા હતા. આ બંને વિપ્રને જોઈને ચક્રીએ પૂછયું કે - “તમે કોણ છો ? અને અહિં શા માટે આવ્યા છે?” તેઓ બોલ્યા કે - “હે નરેદ્ર! અમે બ્રાહ્મણ છીએ અને ત્રણ જગતમાં તમારું રૂપ બહુ વખણાય છે, તેથી તે જેવાને માટે જૈતુકથી અહીં આવ્યા છીએ.” એટલે ચકીએ ચિંતવ્યું કે - “અહો! હું ધન્ય છું, કે મારું રૂપ સર્વત્ર વખણાય છે.” પછી વિપ્રને તેણે કહ્યું કે-“વિકો! અત્યારે મારું રૂપ શું જુઓ છે? થેડે વખત સબુર કરે, અત્યારે તો મારે સ્નાનાવસર છે, એટલે મજજન કરી વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ જ્યારે હું સભામાં આવીને બેસું ત્યારે સિંહાસન પર બેઠેલા એવા મારૂં રૂપ તમે જેજે.” આમ કહેવાથી તે વિપ્ર ત્યાંથી અન્યત્ર ગયા. પછી રાજ સ્નાન કરી અને વસ્ત્રાભૂષણ ધારણ" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust