________________ 268 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. . હવે તપધર્મ કહેવામાં આવે છે -અનંત કાળના સંચિત કરેલા અને નિકાચિત કર્મ રૂપ ધંધન પણ તપરૂપ અગ્નિથી ભસ્મીભૂત થઈ જાય છે. કહ્યું છે કે - જંગલને બાળવાને દાવાગ્નિ વિના જેમ ઈતર કોઈ સમર્થ નથી, દાવાગ્નિને શાંત કરવા જેમ મેઘ વિના અન્ય કોઈ સમર્થ નથી અને મેઘને વિખેરી નાખવા જેમ પવન સિવાય બીજું કઈ સમર્થ નથી, તેમ કમસમૂહને હણવા ઉગ્ર તપ વિના ઈતર કેઈ સમર્થ નથી. તેનાથી વિશ્નપરંપરા નાશ પામે છે, દેવતાઓ આવીને સેવા કરે છે, કામ શાંત થાય છે, ઇંદ્રિયે સન્મા દોરાય છે, સંપત્તિ (લબ્ધિીઓ પ્રગટ થાય છે, કર્મસમૂહને વંસ થાય છે અને સ્વર્ગ તથા મોક્ષ સ્વાધીન થાય છે, તેથી ત૫ જેવી બીજી કઈ વસ્તુ લાધ્ય છે?”માટે હે મહાનુભાવ! તે તપધર્મનું તમે આરાધન કરે. મેટા રાજ્યનો ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કરનાર સનકુમાર ચકી તપના પ્રભાવથી અનેક લબ્ધિઓ પામ્યા. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે - સનત્કુમાર ચકી કથા. આજ કારતક્ષેત્રના કુરૂદેશમાં મહદ્ધિથી સંપૂર્ણ હસ્તિનાગપુર નામે નગર છે, ત્યાં પરાક્રમથી અશેષ અરિગણને આકાંત કરનાર વીરસેન નામે રાજા રાજ્ય કરતો હતે. તેને સહદેવી નામે પટરાણું હતી, તે પવિત્ર પુણ્યનું પાત્ર અને શીલથી અલંકૃત હતી. તેને ચદ સ્વપ્નથી સૂચિત અને સર્વ શુભ લક્ષણેથી સંપૂર્ણ એ સનકુમાર નામે પુત્ર થયો. તે સનકુમારને કાલિદીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અને સૂરરાજને પુત્ર મહેદ્રસેન નામે બાળમિત્ર હતો. તે મિત્રની સાથે સનસ્કુમારે થોડાજ દિવસમાં બધી કળાઓ ગ્રહણ કરી લીધી, અને વિવિધ વિનોદ કરતો કુમાર સર્વને પ્રિય થઈ પડ્યો. એકદા કુમારને વનવય પ્રાપ્ત થતાં વસંતઋતુ આવી, એટલે સનકુમાર પોતાના મિત્ર અને નગરજનોની સાથે વનમાં જઈ ચિરકાળસુધી નાના પ્રકારની વસંતકીડા કરવા લાગ્યો. નજીકના સવરમાં તે જળક્રીડા કરતે હતો, એવામાં ત્યાં એક હાથી આવ્યું, અને Jun Gun Aaradhak Trust : P.P. Ac. Gunratnasuri M.S.