________________ પુંડરીક કંડરીક કથા. ર૭૭ તે પછી કંડરીકે દ્રવ્ય લિંગ અને ઉપકરણયુક્ત પોતાની નગરીના બાહ્ય ઉદ્યાનમાં જઈને એક વૃક્ષની શાખાપર પાત્ર વિગેરે લટકાવી હરિત (લીલોતરીવાળી) જમીન પર બેસી ઉઘાનપાળકને મોકલીને પુંડરીકને બહાર બોલાવ્યા. ઉદ્યાનપાળકે જઈને રાજાને કહ્યું કે - “હે સ્વામિન ! અહીં એકાકી કંડરીક મુનિ આવેલા છે.” રાજા તે સાંભળી સંબ્રાંત થઈ સેના સહિત ત્યાં આવ્યું, અને તેને ભગ્નપરિણામી જાણ વંદન કરીને કહ્યું કે –“તમે પૂજ્ય અને મહાનુભાવ છે, તમે ધન્ય છે કે જેમણે તરૂણાવસ્થામાં આવું દુષ્કર વ્રત ગ્રહણ કર્યું છે અને શુદ્ધ ચારિત્ર પાળે છે.” ઇત્યાદિ કમળ વાક્યથી છેરિત અને લજિજત થઈને કંડરીક મુનિ તે સ્થાનેથી પાછા ચાલ્યા ગયા. પછી મનથી ચારિત્રને ભંગ કરી તે મુનિવેષમાં તે રહ્યા પણ અવસર પ્રમાણે ક્રિયા કરવી તજી દીધી. કારણ કે –“કસ્તુરી, ચંદન ન, કુંકુમ (કેસર) અને કપૂરથી લસણને લપેટી રાખવામાં આવે તે પણ તે પિતાની દુર્ગધને તજતું નથી. જાતિષને લીધે પ્રાપ્ત થચેલે વસ્તુને સ્વભાવ બદલાતું નથી.” પુંડરીક રાજાએ અનેક પ્રકારે પ્રેરણા કર્યા છતાં તે તે તેવાજ ભ્રષ્ટ રહ્યા. પછી વર્ષાકાળ અને તર પુન: તે તેવી જ રીતે ત્યાં આવ્યા, એટલે રાજાએ પૂર્વવત્ ત્યાં આવીને તેને કહ્યું કે –“હે મહાનુભાવ! સંયમરૂપ મેરૂપર આરોહણ કરીને શા માટે આત્માને અધ:પતિત કરે છે? રાજ્યાદિ સંપત્તિ તે સુલભ છે, પણ જિનધર્મજ પ્રાપ્ત થ દુર્લભ છે.” એટલે કંડરીક બોલ્યો કે –“આ વચન-યુક્તિથી મારે પ્રયોજન નથી, હવે દીક્ષાથી , આ દુષ્કર વ્રત મારાથી પાળી શકાય તેમ નથી.” રાજા બોલ્યા કે –“તો આ રાજ્યને ગ્રહણ કરે, એટલે મારું મનવાંછિત સિદ્ધ થાય. આ પ્રમાણે તેને કહીને રાજાએ સામંતાદિકને કહ્યું કે - હે રાજાઓ અને અમાત્યો! તમે એને રાજ્યાભિષેક કરે, હું હવે દીક્ષા અંગીકાર કરીશ.” એમ કહી પુંડરીકે કંડરીક પાસેથી સાધુવેષ ગ્રહણ કર્યો અને સ્વયમેવ દીક્ષા અંગીકાર કરી. પછી કંડરીક શ્યામ મુખવાળા એવા સામંત અને નગરજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust