________________ ~~ ~ ~~~ ~~~ 256 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. લાગે અને ચિંતવવા લાગ્યું કે-આ છ બંધુ મારા સ્વામી અને પિતાને ઠેકાણે છે, વળી તે મારા હિતકારક છે, માટે તેમની આજ્ઞા અનુલ્લંઘનીય છે.” આ પ્રમાણે વિચારો તે નગરભણું ચાલ્યું. એવામાં અપયશના ભયની પણ દરકાર કર્યા વિના પાપબુદ્ધિ રાજાએ યુગબાહુના ગળાપર તરવારને પ્રહાર કર્યો એટલે તે મૂચ્છિત થઈને ભૂમિપર પડ્યો. તે જોઈ મદનરેખાએ પોકાર કર્યો કે–“અરે! ખુન, ખુન ! સત્વર દેડે, દેડે.” આ પ્રમાણેનો પેકાર સાંભળી હાથમાં તરવાર લઈને “શું થયું?” એમ બેલતા તરત તેના માણસે દેડી આવ્યા. એટલે મણિરથ રાજાએ કહ્યું કે –“ભય ન પામે, એ તે મારા હાથમાંથી તરવાર પડી ગઈ ને એને વાગી ગઈ. શું કરું?”-એમ કહીને લોકલજજાથી તે વિલાપ કરવા લાગે. લોકોએ યથાસ્થિત તે હકીકત જાણી. પછી રાજા બળાત્કારથી તેને નગરમાં લઈ ગયા. ત્યાં ચંદ્રયશા પુત્ર હહારવ કરતો વૈદ્યોને લઈ આવ્યું, તથા પોતાના પિતાને લાગેલ ઘાની યત્નપૂર્વક ચિકિત્સા કરવા લાગ્યું. તે વખતે યુગબાહુના શરીરમાંથી બહુ રક્ત નીકળેલ હોવાથી તેની વાણું બંધ થઈ ગઈ હતી, નેત્રો બંધ થઈ ગયાં હતા અને શરીર પણ સ્તબ્ધ થઈ ગયું હતું. એટલે મદરેખાએ પિતાના ભર્તારની પ્રાણુત સ્થિતિ જોઈને તેમના કાન પાસે આવી કોમળ સ્વરથી કહ્યું કે “હે મહાનુભાવ! તમે હવે સ્વહિતમાં સાવધાન થાઓ. હે ધીર! આ તમારે સાધવાનો અવસર છે, માટે મારું કથન સાંભળે મનમાં તમારા બંધુ ઉપર લેશ પણ ખેદ કરશે નહીં. અહીં પોતાના કર્મપરિણામને જ દોષ છે, બીજા કેઈને દોષ નથી, એમ સમજજે. કારણ કે - આ ભવમાં યા બીજા ભવમાં જે કર્મ જેણે કર્યું છે તે કર્મ તેને ભેગવવું જ પડે છે, બીજા તે નિમિત્ત માત્ર છે. માટે મન, વચન, અને કાયાથી ધર્મરૂપ ભાતું લઈ લે. જે દુષ્કૃત કર્યું હોય તેની નિંદા કરે. મિત્ર, અમિત્ર યા સ્વજન કે પરજનને ખમા, તથા મૈત્રીભાવ વધારે. જેઓને તમે દુઃખમાં નાખ્યા હોય તે બધાને ખમાવો. જીવિત, વૈવન, લક્ષમી, રૂપ અને પ્રિયસમાગમ એ બધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust