________________ મદન રેખાની કથા. 255 શાળ કરવામાં આવે, તો પણ તે પોતાનું કડવાપણું છેડો નથીતેના ગુણ જતા નથી-કાયમ રહે છે.” એકદા મદનરેખાએ સ્વપ્નમાં ચંદ્રમા જે, એટલે તે વાત તેણે પિતાના ભત્તરને જણાવી. તે સાંભળીને યુગબાહુ બોલ્યો કે - “હે દેવી ! તને ચંદ્ર સમાન પુત્ર થશે.' પછી ગર્ભના પ્રભાવથી તેને ત્રીજે મહિને દેહદ થયો કે:-“જિનપૂજા કરૂં અને જિનેશ્વરોની કથા સાંભળું.” આવા દોહદને તેના સ્વામીએ પૂર્ણ કર્યો, એટલે તે ગર્ભ નું પિષણ કરવા લાગી. એકદા વસંતઋતુ આવી. તે વખતે નાગ, પુનાગ, માલિકા, પાટલ, કુંદ, મચકુંદ, એલા, લવંગ, કકલ, દ્રાક્ષ ખજૂરિકા, કદલી, લવલી, જાઈ, શતપત્ર, રાયણ, સહકાર અને ચં. પક વિગેરે વૃક્ષે અત્યંતકુસુમિત થયા. ત્યાં ઘણું ભ્રમરે કડા કરવા લાગ્યા. કેયલ અને શુક વિગેરે પક્ષીઓ ત્યાં રહેતા સતા હસવા, બોલવા અને આમતેમ દોડવા લાગ્યા. તે અવસરે યુગબાહુ પિતાની પ્રિયા સાથે તે વનમાં કીડા કરવા ગયે. ઘણા નગરજનો પણ ત્યાં કીડા કરવા આવ્યા હતા. ત્યાં જળક્રીડા, આંદોલન વિગેરે તથા ખાદ્ય, સ્વાદ્ય, અશન અને પાનાદિકમાં વ્યગ્ર થયેલા યુવરાજને દિવસ આ એક ક્ષણની જેમ પસાર થઈ ગયું. પછી રાત્રે તે ત્યાંજ કદલીગ્રહમાં સુતે. તેના પરિવારમાંથી કેટલાક નગરમાં ગયા અને કેટલાક ત્યાં રહ્યા. તે વખતે મણિરથ રાજા પિતાના મનમાં ચિંતવવા લાગ્યો કે:-“આજે યુગબાહુ સ્વલ્પ પરિવારથી વનમાં રહ્યો છે, માટે આ અવસર સારે છે.” એમ ધારી હાથમાં તરવાર લઈ વનમાં જઈને યામિકોને કહેવા લાગ્યો કે-“અરે! યુગ બાહુ કયાં છે?” તેઓ બોલ્યા કે-“હે સ્વામિન! આ કદલીગૃહમાં સુતા છે.” રાજાએ કહ્યું કે - વનમાં મારા બ્રાતાને કોઈ શત્રુ પરાભવ કરશે એમ ધારી અધીરાઈથી હું અહીં આવ્યો છું.’ એવામાં તરત યુગબાહુ ઉઠયો અને રાજા પાસે આવીને તેણે રાજાને પ્રણામ કયો. એટલે રાજાએ કહ્યું કે ચાલે, આપણે નગરમાં જઈએ, રાત્રે આપણે અહીં રહેવું એગ્ય નથી.” પછી યુગબાહુ આગળ ચાલવા P.P. Ac. Gunrayasuri M.S. Jun Gun Aaradhak Trust