________________ 254 * શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. નાખું તે ઠીક. એમ ધારીને રાજા પુષ્પ, તાંબૂલ, વસ્ત્ર અને અલંકારાદિક તેને મોકલવા લાગે. નિર્વિક૯પ એવી તે “આ ચેષ્ટને પ્રસાદ છે એમ સમજીને રાજાનું મોકલવું બધું સ્વીકારી લેવા લાગી, એકદા રાજાએ દૂતી મોકલી. તે આવીને મદન રેખાને કહેવા લાગી કે:-“હે ભદ્ર! તારા ગુણગ્રામપર રાજા રક્ત થઈને એમ કહેવરાવે છે કે –તું મને ભત્તર તરીકે સ્વીકારીને રાજ્યની સ્વામિની થા.” તે સાંભળીને રાણું દૂતીને કહેવા લાગી કે –“હે તિ! આવું કામ ઉત્તમ જનોને ઉચિત નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“હે મૈતમ ! જ્યારે અનંત પાપરાશી ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. સ્ત્રીત્વ પ્રાપ્ત થતાં પણ જે શીલગુણ ન હોય તે પ્રભ્રાંત એવી તે સ્ત્રીનું જીવન કહી ગયેલ કાંજી જેવું સમજવું.”તેથી સ્ત્રીઓને મુખ્ય ગુણશીલ જ છે. વળી સજ્જને તે મરણ સ્વીકારે છે, પણ બંને લોકમાં વિરૂદ્ધ એવું શી લખંડન કદાપિ કરતા નથી. કારણ કે:-“જીવહિંસા, અસત્ય મને પરદ્રવ્યના અપહારથી તથા પરસ્ત્રીની કામના માત્રથી પ્રાણીઓ નરકમાં જાય છે.” માટે તું રાજાને જઈને કહે કે-“હે રાજન ! સંતોષ કરે અને કદાગ્રહને તજી દે. આવી તૃષ્ણા કદી પણ કરવી યોગ્ય નથી.” ઈત્યાદિ તેનું કથન દૂતીએ જઈને રાજાને નિવેદન કર્યું. તથાપિ રાજાની કામતૃષ્ણ સદુપદેશ જળથી શાંત ન થઈ. એકદા રાજાએ મનમાં વિચાર કર્યો કે - જ્યાં સુધી યુગ બાહુ ભ્રાતા જીવત હશે, ત્યાં સુધી એ બીજાને ઈચ્છવાની નથી, માટે તેનો ઘાત કરીને બળાત્કારથી એને સ્વાધીન કરૂં.” એમ નિશ્ચય કરી તે રાજા ભ્રાતા કાર્યપ્રસંગ જેવા લાગ્યો. અહો! કામ અને મેહની મહાવિંડના તે જુઓ. " જાલંધ, મદોન્મત્ત અને અથી–એ દેષને જેઈજ શક્તા નથી. તેમજ વળી: ધે સીંચો લીંબડે, થાણે કીધ ગુલેણુ; તેહી ન છડઈ કટુપણ, જાતે હિ તિણે ગુણેશું.” લીંબડાને દૂધે સીંચવામાં આવે અને તેની ફરતું ગોળનું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust