________________ મદન રેખાની કથા. ર૫૩ 6 પુવકીલીઅ–પૂર્વક્રીડિત એટલે પૂર્વે કામિની સાથે જે ક્રીડા કરી હોય તે સંભારવી નહિ. - 7 પીએ–અત્યંત સ્નિગ્ધ આહારનો ત્યાગ કરે. 8 અઈમાયાહાર–અતિમાત્ર આહાર એટલે બહુ આહારનું ભક્ષણ ન કરવું. 9 વિભૂસણુઈ–વિભૂષણ, સ્વચ્છ વસ્ત્ર, સ્નાન, મજ્જન અને અંગશભા–વિગેરેને પણ બ્રહ્મચારીએ ત્યાગ કરવો. આ નવ વાડનું યત્નપૂર્વક રક્ષણ કરવું અને નિરતિચારપણે બ્રહ્મચર્યનું પાલન કરવું. તેમાં પુરૂષે સ્વદારાસતેષ વ્રત અને સ્ત્રીએ સ્વપુરૂષસંતોષ વ્રત અવશ્ય પાળવું. જેઓ વિષયમાં વ્યાકુળ થઈ મનથી પણ શીલને ખંડિત કરે છે તે મણિરથ રાજાની જેમ ઘેર નરકમાં જાય છે. અને જે સતી મદનરેખાની જેમ નિર્મળ શીલા પાળે છે, તે ભાગ્યવંત જીવોમાં પ્રશંસાપાત્ર થઈ સુગતિનું ભાજન થાય છે. તે મણિરથ અને મદન રેખાને સંબંધ આ પ્રમાણે છે - “આ ભરતક્ષેત્રમાં અવંતીદેશમાં લક્ષ્મીના નિવાસસ્થાન રૂપ સુદર્શન નામે નગર છે. ત્યાં મણિરથ નામે રાજા રાજ્ય કરતે હતે. તે પાપિષ્ટ અને સ્ત્રીલંપટ હતું. તેને યુગબાહુ નામે યુવરાજ બ્રાતા દયાળુ, દાતા, ગુણવાન, ઉત્તમ અને સારા મનવાળો હતો. તે યુવરાજને સદ્દગુણોથી શોભાયમાન, સતી અને સાધ્વી મદનરેખા નામે પત્ની હતી. તે રૂપવતી, જિનધર્મમાં રક્ત, નવતત્વને જાણ નારી, દ્વાદશત્રતને ધારણ કરનારી, સ્વપતિ ભક્તા અને સતી હતી. તે હમેશાં પૈષધ અને પ્રતિક્રમણાદિક કરતી હતી. પિતાના પતિ સાથે સંસારસુખ જોગવતાં તેને ચંદ્રયશા નામે પુત્ર થયો હતો. એકદા અલંકારથી સુશોભિત એવી તે મદન રેખાને પડદામાંથી જોઈને મણિરથ રાજાને વિચાર થયે કે–“અહો! આ કેવી દેવાંગના જેવી શોભે છે? વીજળીની જેવી શોભાયમાન આવી મારી સ્ત્રી નથી. માટે નિશ્ચય આને માટે સ્વાધીન કરવી. પણ પ્રથમ એને લાલચમાં 1 સારો આચારવાળી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust