________________ ચાર મિત્રની કથા. 25 નગરમાં ગોચરી કરવા જતા હતા, તેમને જોઈને તેમણે નિમંત્રણ કર્યું કે –“હે ભગવન્! પધારે.” પછી ચંદ્ર ભાવપૂર્વક મુનીશ્વરને પ્રતિલાગ્યા અને બીજા ત્રણેએ અનુમોદના કરી. ત્યાં ચારેએ ભેગકર્મફળ ઉપાર્જન કર્યું. પછી તે ચારે અનુક્રમે કુશળક્ષેમે સ્વનગર જયપુરમાં આવ્યા. ત્યાં સર્વ સ્વજનો મળ્યા, અને વપનને ભેટે ઉત્સવ થયો. પછી ચિરકાળ ત્રાદ્ધિસુખ ભેળવીને તે ચારે દાનના ' પ્રભાવથી બારમા દેવલેકમાં દેવ થયા. દેવ આયુ સંપૂર્ણ થતાં ત્યાંથી આવીને તે ચારે છ જુદા જુદા ચાર દેશના રાજા થયા. પરમ સમૃદ્ધિવંત એવા તે ચારે વચ્ચે પૂર્વભવના સ્નેહસંસ્કારથી પરમ પ્રીતિ થઈ. તેથી તે ચારે વારાફરતી એકજ દેશમાં સાથે રહેવા લાગ્યા. એ પ્રમાણે રાજ્યસુખ ભોગવી પ્રાંતે સંયમ સાધીને મેક્ષે ગયા. - ઇતિ ચાર મિત્ર કથા. હે ભ! તત્વજ્ઞાન વિના માત્ર વિદ્યાથી ગુણની પ્રાપ્તિ થતી નથી. અને શમભાવથી વર્જિત તપસ્યા પણ ગુણ કે લાભ કરતી નથી, તથા મનની સ્થિરતા વિના તીર્થયાત્રાથી પણ લાભ થતો નથી. કહ્યું છે કે - કેટિ જન્મ સુધી તીવ્ર તપ કરતાં જે કર્મ ક્ષીણ ન થાય, તે કર્મ સમતાભાવનું આલંબન કરવાથી ક્ષણવારમાં ક્ષીણ થઈ શકે છે. અંતરમાં વીતરાગનું ધ્યાન કરતાં ધ્યાતા (જીવ) વીતરાગ થઈ શકે છે. માટે બીજા સમસ્ત અપધ્યાનને દૂર કરી ભ્રામર (ભ્રમરી સંબંધી) ધ્યાનને આશ્રય કરો. સ્થાન, યાન, અરણ્ય, જન, સુખ કે દુ:ખમાં મનને વીતરાગપણમાં જોડી રાખો કે જેથી તે સદા તેમાંજ લયલીન રહે. ઇદ્રિનો નાથ મન છે. પવનને નાથ લય છે અને લયના નાથ નિરંજન છે. જે મનને બાંધી રાખવું હોય તે તે બાંધી શકાય છે અને મુક્ત રાખવું હોય તે મુક્ત રહે છે, માટે સુજ્ઞ જનેએ પકડીને રજજુવડે બાંધેલા બળદની જેમ મનને કબજે રાખવું. જેમ પુષ્પમાં સુરભિ, દૂધમાં ઘી અને કાયામાં તેજ (જીવ) સ્થિત રહેલ છે તેમ જીવમાં જ્ઞાન રહેલ છે. પણ તે ઉપાયથી વ્યક્ત (પ્રગટ) થઈ શકે છે.” આ પ્રમાણે દાનધર્મનું માહાસ્ય વર્ણવ્યા પછી ધર્મના બીજા અંગરૂપ શીલધર્મનું વર્ણન કરે છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust