________________ vv 250 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર બોલી કે –“હે તાત! આ મારા પૂર્વ ભવને ભતર છે, હવે બીજા બધા પુરૂષે મારે બંધુ સમાન છે. આજ મારે સ્વામી છે અને હું એને જ વરવાની છું.” એટલે રાજાએ તે કન્યાને મંત્રીની સાથે વિવાહ કર્યો એટલે મંત્રી તેની સાથે સુખભેગ ભેગવવા લાગે. અન્યદા રાજાએ તેને રાજ્ય આપીને દીક્ષા અંગીકાર કરી, એટલે ભાનુરાજા રાજ્ય કરવા લાગ્યા. એકદા તે સરસ્વતીને દાહવરની પીડા થઈ. બહુ ઉપાય કરતાં પણ તે શાંત ન થઈ, છેવટે તે પીડાથી સરસ્વતી મરણ પામી. એટલે તેના વિયેગજન્ય વૈરાગ્યથી ભાનુરાજાએ દીક્ષા અંગીકાર કરી, અને તે ચારિત્ર પાળવા લાગ્યા. તે હું પોતેજ છું. માટે હે ભદ્ર! જીવતો નર સેંકડે ભદ્ર (કલ્યાણ) પામે છે, તેથી હે મહાનુભાવ! ધર્મ કર.” એટલે ચંદ્ર બેલ્યો કે:-“હે ભગવન ! મને થોડામાં ઘણે લાભ મળે તેવું કાંઈક બતાવો.” પછી સાધુએ તેને પંચપરમેષ્ઠી નમસ્કાર સંભળાવ્યું. તેથી શિક્ષિત થશે. તેણે તે મંત્ર કંઠે કર્યો, એટલે સાધુ બોલ્યા કે - “હે ભદ્ર! આ મંત્રનું તારે નિરંતર સ્મરણ કરવું અને સમૃત્વનું પાલન કરવું.” પછી ચંદ્ર તે મુનિને નમસ્કાર કરી પ્રસન્ન થઈને ફરતો ફરતો પુપપુર ગયે. ત્યાં તે મહદ્ધિક થયે; પરંતુ ભાવથી તે નમસ્કાર મહામંત્રનું નિરંતર મરણ કરવા લાગ્યું. - હવે વિધિના યોગે બીજા ત્રણ મિત્રો પણ ચિરકાળે ભેગા થયા. એટલે ચંદ્ર, ભાનુ, ભીમ અને કૃષ્ણ–એ ચારે મિત્રોએ પોતપોતાનો વૃત્તાંત કો. તેમાં ચંદ્ર પાસેથી નમસ્કારના માહાઓને સાંભળીને ત્રણે મિત્રો નમસ્કાર મંત્ર શીખ્યા અને તે ત્રણે પણ વ્યાપાર કરતાં મહદ્ધિક થયા. એકદા તે ચારે મિત્રે વિચારવા લાગ્યા કે –“આપણે મહદ્ધિક થયા છીએ માટે હવે પોતાને નગરે જઈએ.” એમ નિશ્ચય કરી નાવમાં બેસી સમુદ્ર ઓળંગીને એક સવરપર ભોજન કરવા બેઠા. ત્યાં ભોજન તૈયાર થયું, એવામાં છ માસના ઉપવાસી એક સાધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust