________________ ર૪૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. કે “સાહસ ન કર.” ચંદ્ર તરફ જોયું, તે વૃક્ષોની ઘટામાં રહેલા કોઈ મુનિ તેના જેવામાં આવ્યા. તેમની પાસે જઈ નમસ્કાર કરીને ચંદ્રે કહ્યું કે-“હેનાથ! મંદભાગ્યવાળા એવા મારે હવે જીવિત શું? - સાધુ બોલ્યા કે-આત્મઘાતના પાતકથી પ્રાણુઓ દુર્ગતિએ જાય છે, અને જીવતે નર ભદ્ર ( કલ્યાણ ) પામે છે. આ સંબંધમાં મારૂંજ દષ્ટાંત સાંભળ: મંગળપુરમાં નીતિવિત એવો ચંદ્રસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ભાનુમંત્રી નામે પ્રધાન હતા. તે પ્રધાનને સરસ્વિતી નામની સ્ત્રી હતી. તેમને પરસ્પર બહુજ પ્રીતિ હતી. એકદા પ્રધાને પલંગ પર તેને રૂદન કરતી જોઈ, એટલે તેણે પૂછ્યું કે - “હે પ્રિયે! શા માટે રૂદન કરે છે?” તે બોલી કે-“હે નાથ! કંઈ નથી.” પુનઃ તેણે આગ્રહથો પૂછયું, એટલે તે બોલી કે –“હે સ્વામિન્ ! અન્ય વનિતાની સાથે વિલાસ કરતાં તમને મેં આજ સ્વપ્નમાં જોયા, તે માટે હું રૂદન કરું છું. તે સાંભળીને પ્રધાન બોલ્યા કે –“અહો! જે સ્વપ્નમાં પણ સપત્નીને જોઈ દુ:ખિત થાય છે, તે સાક્ષાત જોઈને તેની શી દશા થાય?” એમ વિચારીને તેણે કહ્યું કે - “હે પ્રિયે! આ ભવમાં તુજ ભાર્યા છે, તું જીવતાં હું જીવું છું અને . તું મરણ પામતાં હું પ્રાણત્યાગ કરવા તૈયાર છું.” આ પ્રમાણે કહેવાથી તેમને સ્નેહપ્રકર્ષ વૃદ્ધિ પામે. એકદા પ્રધાન સહિત રાજા કટક લઈને દર દેશ ગયે હતો. ત્યાં એક દિવસે દંપતીના વિષયમાં નેહપ્રસ્તાવની વાત નીકળતાં ભાનુમંત્રીએ રાજાની આગળ પોતાનું સ્વરૂપ વર્ણવ્યું એટલે રાજાએ તેના સ્નેહની પરીક્ષા માટે એક પુરૂષને જયપુર મોકલે. તેણે રાજાના આદેશથી ભાનુમંત્રીપરની વિપત્તિની ખેતી વાત સરસ્વતી આગળ દુ:ખ સહિત નિવેદન કરી. તે સાંભળીને તત્કાળ હદય ફાટી જવાથી સરસ્વતી મરણ પામી, એટલે તે પુરૂષે કટકમાં જઈને રાજાને તે વાત જણાવી. વઘાત સમાન તે વાત સાંભળીને રાજા ચિંતવવા લાગ્યો કે:-“અહો! મેં વૃથા શ્રીઘાતનું પાતક માથે લીધું, પણ હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust