________________ સુપાત્રદાન ઉપર ચાર મિત્રની કથા. 249 પ્રધાન એ વાત ન સાંભળે ત્યાં સુધીમાં તેને બચાવવાનો ઉપાય કરૂં.” એમ નિશ્ચય કરીને રાજા સચિવને ઉતારે... એટલે અમાત્યે સસંભ્રમથી કહ્યું કે:-“હે સ્વામિન! સેવકની પાસે તમે પોતે પધાર્યા એ શું?” રાજા બે કે –“હું તારી પાસે કંઈક માગવા આ છું.” મંત્રી છે કે:-“હે રાજન ! હુકમ કરે.” એટલે રાજા બોલ્યો કે- સ્નેહની પરીક્ષા કરવા મેં તારી સ્ત્રીની આગળ તારા મરણના સમાચાર કહેવરાવ્યા, તે સાંભળીને તે મરણ પામી, માટે હવે મારી પ્રાર્થના છે કે તારે મરણને પ્રયાસ ન કરે. તે સાંભળીને પ્રધાનને મૂરછ આવી ગઈ; એટલે રાજાએ શીતળ ઉપચારથી તેને સજજ કર્યો. પછી પ્રધાન બે કે-“હે સ્વામિન ! મારૂં વચન જાય છે. “સજજન પુરૂષ પ્રમાદમાં પણ કંઈ બેલી જય તે તે શિલાલેખ જેવું સમજવું–તે અન્યથા કદિ ન થાય.” માટે મારે મરણ સાધવું જ જોઈએ. " આમ કહ્યા છતાં પણ રાજાએ બહુ આગ્રહથી તેને મરણ પામતો અટકાવ્ય; પરંતુ ભાનુમંત્રીએ બીજે વિવાહ ન કરવાને નિયમ લીધો . કેટલાક દિવસે પછી તે પિતાને નગરે ગયા, એટલે સ્વગૃહે જઈને સ્વજને સંગ્રહીત પોતાની પ્રિયાના અસ્થિની તે અર્ચા કરવા લાગ્યો. તેના ગુણોનું વારંવાર સ્મરણ કરીને તે વિલાપ કરવા લાગ્યો. પોતાના દેહની પણ મમતા તેણે મૂકી દીધી. એકદા તેણે વિચાર કર્યો કે - ગંગામાં જઈને પ્રિયાના અસ્થિને ક્ષેપવું.' એમ વિચારીને મંત્રી ગંગાકાંઠે ગયા. ત્યાં પ્રિયાના અસ્થિ ગંગામાં નાખતાં તે સરસ્વતીનું નામ લઈને પ્રલાપ અને રૂદન કરવા લાગ્યા. એ વખતે નજીકમાં રહેલી વારાણસીના રાજાની પુત્રી સરસ્વતીએ તેને વિલાપ કરતાં સાંભળ્યું. તેને જોઈને તે મૂચ્છિત થઈ જમીનપર પડી,એટલે તેની સખીઓએ જઈને રાજાને નિવેદન કર્યું, તેથી રાજા પણ સપરિ વાર ત્યાં આવ્યું. એવામાં કન્યા પણ શીતળ વાયુ અને ચંદનથી સાવધાન થઈ. પછી રાજાએ કન્યાને પૂછયું કે –“તને શું થયું?” તે. 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust