________________ મદનરેખાની કથા. - 265 કરવી પડી છે, માટે હવે તું તેને સ્વીકાર કર.” ઈત્યાદિ વાક્યોથી સમજાવી નમિને રાજ્યપર બેસારી ચંદ્રયશાએ દીક્ષા અંગીકાર કરી. પછી સૂર્યની જેવા પ્રતાપી નમિરાજાએ બહુ શોભાપૂર્વક ઘણા કાળ પર્યત રાજ્યસુખ ભેગવ્યું. એકદા નમિરાજાના શરીરમાં મહા દાહજવર ઉત્પન્ન થયે તેને શાંત કરવા માટે ઘણા ઔષધોપચાર કર્યો, પણ તે શાંત ન થયો. * પછી એની શાંતિને માટે રાણીઓ પોતે ચંદન ઘસવા લાગી. એટલે તેમના કંકણેની શ્રેણિના રણકારથી કાનમાં આઘાત થતાં રાજાને બહુજ કંટાળો આવવા લાગ્યા; તેથી રાણીઓએ મંગળને માટે માત્ર એક એકજ કંકણ હાથમાં રાખી બીજા બધા કંકણે ઉતારી નાખ્યા. એટલે રાજાએ પ્રધાનને પૂછયું કે:-“શું રાણુઓ ચંદન ઘસતી નથી કે જેથી કંકણને અવાજ સાંભળવામાં આવતું નથી.” મંત્રીઓ બોલ્યા કે –“હે સ્વામિ ! બધી રાણીઓ ચંદન તે ઘસે છે, પણ હવે હાથમાં માત્ર એક એક કંકણજ હેવાથી તેને અવાજ સંભળાતો નથી.” તે સાંભળીને રાજાને બોધ મળે અને મેહ ક્ષીણ થવાથી તે અંતરમાં વિચારવા લાગ્યા કે -અહેઘણાને સંગજ દુઃખદાયક છે. ઘણા કંકણથી દુઃખ થતું હતું અને તેમાં ઓછા થવાથી સુખ જણાય છે. આ દષ્ટાંતથી એમ સમજાય છે કે એકાકીપણમાં જ મહાસુખ છે. વિસ્તારથી કલેશ થાય છે, અને સંક્ષેપથી સુખ જણાય છે માટે એકાકીપણામાંજ સુખ છે. હવે જે કઈ રીતે આજ રાત્રે મારે દાહ શાંત થઈ જાય તે માટે સર્વ સંગને ત્યાગ કરી એકાકી થઈને ચારિત્ર લેવું.” એમ વિચાર કરતાં નમિરાજાને નિદ્રા આવી ગઈ. પ્રભાતે તેણે સ્વપ્નમાં વેત હાથી પર આરૂઢ થયેલ અને મેરૂ પર્વત પર રહેલ પિતાને જોયા. એવામાં સૂર્યોદય થતાં શંખ અને વાજીત્રના શબ્દથી જાગ્રત થતાં પિતાને રોગરહિત જોઈને તે ચિંતવવા લાગ્યા કે:-“અહો! આ મેં કેવું શુભ સ્વપ્ન જોયું? કારણકે -ગાય પર, વૃષભ પર, પર્વતના અગ્ર ભાગ પર, 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust