________________ મી પાશ્વનાથ ચરિત્ર ભાષાંતર. * અAA , 11 ક અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ જાણવા માટે સાધુઓ મુખ્ય પાત્ર હોવાથી તેમને પ્રથમ દાન આપવું, તેમજ સ્વધાર્મિકોને પણ દાન આપવું. શ્રી સિદ્ધાંતમાં કહ્યું છે કે –“તથા પ્રકારના શ્રમણ માહણ (સાધુ)ને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું દાન આપવાથી પ્રાણીઓ આયુ સિવાય બીજાં સાત કર્મોની નિબિડ પ્રકૃતિઓને શિથિલ કરે છે અને તેથી કેટલાક જીવે તેજ ભવે મોક્ષે જાય છે–સર્વ દુઃખને અંત કરે છે, કેટલાક જીવે બે ભવે સર્વ દુઃખને અંત કરી સિદ્ધ થાય છે, જઘન્યથી ઋષભદેવ સ્વામીના જીવની જેમ તેર ભવનું ઉલ્લંઘન તે કરતાજ નથી.” | મુગ્ધભાવથી પણ સુપાત્રે દાન આપવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દષ્ટાંત શ્રવણુય છે - મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં જયપુર નામના નગરમાં જયશેખર નામે રાજા રાજ્ય કરતું હતું. ત્યાં ચાર વ્યવહારી પુત્રે પરસ્પર મિત્ર હતા. તેમાં પ્રથમ ચંદ્ર, બીજે ભાનુ, ત્રીજો ભીમ અને ચે કૃષ્ણ. એ ચારે પરસ્પર એકરૂપ થઇ પરમ મિત્રપણે પરસ્પરના હિતને ઈચ્છતા સતા અન્ય હસતા અને ક્રીડા કરતા હતા. કહ્યું છે કે–પિતાની સાથે એકરૂપ થનાર જળને ક્ષીરે પિોતાના બધા ગુણે આપ્યા, પછી ક્ષીરને તપ્ત થયેલ જેઈને ઉદકે અગ્નિથી બળવા માંડ્યું, એટલે મિત્રની આપત્તિ જોઈને દુભાયેલ ક્ષીર અગ્નિમાં પડવાને તૈયાર થયું તેને જ્યારે જળ છાંટયું-જળ મળ્યું ત્યારે તે શાંત થયું.” આ દષ્ટાંત ઉચિત છે. ખરેખર ! સંત જનની મિત્રી એવીજ હોય છે. “આપે અને ગ્રહણ કરે, ગુહ્ય કહે અને સાંભળે, તથા ભેજને કરે અને કરાવે એ પ્રીતિનાં છ લક્ષણે છે. તેઓ પિતાએ ઉપાર્જન કરેલી લક્ષમીનો યથેચ્છ ઉપભોગ કરતા હતા. એકદા ચંદ્ર વિચાર કર્યો કે ખરેખર અમે ભાગ્યવંત નથી. કારણકે બાલ્ય ભાવમાં તે માતાનું દૂધ અને પિતાનું ધન ભેગવવું એગ્ય છે, પણ વન વયમાં તે જે સ્વભુજા થી ઉપાર્જન કરેલ લક્ષમી ભેગવે અને તેનું દાન કરે તે જ ઉત્તમ છે. મૂળને હાનિ 5 અપર મિગજ રાજ્ય કરતાં જયપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust