________________ 244 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર હોય તે આજે કંઈક માગણી કરૂં.' રાજાએ કહ્યું કે -માગ.” તે બેલી કે:-“આ ચાર મને આપો અને એને અભયદાન આપો.” તે સાંભળી રાજાએ તેનું ગુણગૌરવ જાણુને તે કબુલ રાખ્યું, અને કહ્યું કે:-“હે પ્રિયે! તારા વચનથી એ ચેરને હું મુક્ત કરું છું.” પછી તે રાણીએ તે ચારને પોતાને ઘરે લઈ જઈને સંક્ષેપથી સ્નાન ભેજન કરાવી અ૯૫ કિંમતના વસ્ત્ર પહેરાવીને અભયદાન આપ્યું. એટલે તે ચાર રાજ્યના લાભ કરતાં પણ તેને અધિક લાભ માનવા લાગ્યું. પછી તે અહેરાત્ર વ્યતીત થતાં શીલવતી રાણીએ તેને ધર્મપુત્ર માનીને વિસર્જન કર્યો, એટલે તે તસ્કર સિંહાસનપર બેઠેલા રાજાને પ્રણામ કરવા આવ્યું. ત્યાં બહુ હર્ષિત થઈને તે રાજાને પ્રણામ કરવા લાગે એટલે રાજાએ વિસ્મિત થઈને તેને પૂછ્યું કે –“અરે તસ્કર! સાચું બોલ, આજ તું કેમ બહુ ખુશી દેખાય છે? આટલા દિવસે તે તું મશીલિપ્તની જેમ શ્યામ મુખવાળો થઈને મારી પાસે આવતો હતો, અને આજ તે સાધારણ વેષમાં છતાં બહુ આનંદી દેખાય છે.” તે બોલ્યો કે –“હે નાથ! સાંભળે, મને શૂળી પર ચડાવવાના શબ્દો જ્યારથી મારા કાનમાં પેઠા હતા ત્યારથી મને બધું શૂન્ય દેખાતું હતું. જળ અને અન્ન વિષ સમાન, પલંગ કાંટાની પથારી સમાન, અને અશ્વ ગધેડા સમાન-બધું વિપરીત ભાસતું હતું. મરણની શંકાથી મને બધું દુ:ખદાયક લાગતું હતું. આજે શીલવતી રાણીની પ્રાર્થનાથી આપશ્રીએ નિશ્ચયપૂર્વક મને અભયદાન આપ્યું તેના પ્રભાવથી હું બધું પૂર્ણ સુખ જોઉં છું.” પછી શીલવતી રાણીએ ચાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! આપના મુખથી એને અભય આપે. રાજાએ કહ્યું કે –“તેને અભય આપ્યું, હવે બીજું કાંઈ કહેવું હોય તે નિવેદન કર.” તે બોલી કે –“હે નાથ ! આપના પ્રસાદથી મને બધાં સારાં વાનાં છે, કાંઈ પણ મને ન્યૂનતા નથી.” આ પ્રમાણે સાંભળીને રાજાએ ચિંતવ્યું કે –“હે એનું ગાંભીર્ય !અહા !. નિર્લોભતા ગુણ! અહા ! વચનમાધુર્ય! અહે! ખરેખર આના પ્રભા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust