________________ - વસંતનું દષ્ટાંત. . - જલ સાક, દધિ, આન પ્રાદિક પર તેને ગેરસ મારી સમય પૂર્વક એક ગરમ પર બેસારીને સારા પાટલા પર સુવર્ણન થાળ તથા વાટકા વિગેરે મંડાવ્યા અને વિવિધ વર્ણના પકવાન વૃતપૂરાદિક (ઘેબર વિગેરે), ચાવલ, દાળ, વૃત, શાક, દધિ, એદનાદિ બધું પીરસાવી રાણીએ તેને ગેરવસહિત પાસે બેસીને જોજન કરાવ્યું. પછી કર્પરમિશ્ર તાંબુલ ખવરાવ્યું. ત્યાર પછી તેને પલંગ પર બેસારીને તેની આગળ બેસી રાણેએ પતે વિચિત્ર કથા, અને કાવ્યરસથી તેને વિનેદ પમાડશે. દિવસના પાછલા ભાગમાં રાણીના હુકમથી સેવકોએ તેને એક સારા અશ્વપર બેસારી પટ્ટસૂત્રમય લગામ તેના હાથમાં આપી. મસ્તકપર છત્ર ધારણ કરી, ચારે બાજુ યત્નપૂર્વક સેંકડો સુભટેથી પરિવૃત્ત કરી, પંચ શબ્દમય વાજીત્રના નિર્દોષપૂર્વક સર્વત્ર નગરમાં મંદ મંદ ફેરવ્યું. સર્વ નગરજનોથી દશ્યમાન અને સર્વત્ર જૈતુકોને જેતા એવા તેને સાંજે ફેરવીને પાછે મંદિરમાં લાવ્યા. પછી રાત્રે પલંગપર કમળ શયામાં ઓસીકા વિગેરે આપી તેને સુવાડીને પ્રેમ ઉપજાવી લીલાપૂર્વક રાત્રી વ્યતીત કરાવી. પ્રભાતે પાછે તેને હતે તેજ વેષ પહેરાવીને તેને રાજાને સેં . પછી રાજા વધને માટે જેટલામાં તે તલારક્ષકને સેપે છે, એવામાં બીજી રાણીએ તેજ પ્રમાણે તેની માગણી કરી, અને પૂર્વ પ્રમાણે જ તેને મજજન, સ્નાન અને ભેજન કરાવ્યું. અને તેજ પ્રમાણે તેનું લાલન પાલન કર્યું. એમ અનુક્રમે સાપન્યભાવથી ઉત્પન્ન થયેલ સ્પર્ધાને લીધે બીજી રાણીઓએ પણ અનુક્રમે એક એક દિવસ રાજાને વિનવી તેની માગણી કરીને બહુ ધનના વ્યયપૂર્વક વિવિધ ઉત્સથી તે ચેરના મનોરથ પૂર્યા. , " હવે તે રાજાને પોતાનું કુળવ્રત પાળતી, અલ્પ પરિવારવાળી અને પિતાના જ કર્મના દેષને માનનારી એવી શીલવતી નામે પાંચસે રાણી ઉપર એક અણુમાનિતી રાણું છે, કે જેને રાજએ વિવાહ કર્યા પછી નજરે પણ જોઈ નથી. તેણે સાહસ પકડીને રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામિન હે પ્રાણાધાર!હે પ્રાણવલ્લભ મેં કદાપિ કંઈ પણ આપની પાસે માગણી કરી નથી, તેથી જો આપની આજ્ઞા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust