________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર મારે હક્ક બરબાદ કરીને મને ઘરમાંથી કહાડી મૂક્યું. કારણકે - શત્રુ પણ જે શ્રેષ્ઠ હોય તે તેને માન્ય કરે, કારણ કે આને કડવું આષધ આપી શકાય, પણ પ્રિય છતાં દુષ્ટ હોય તો સર્ષથી ડશેલ અંગુષની જેમ તેને ત્યાગ કરે.”હે રાજન ! મારા પિતાએ કાઢી મૂક્યો ત્યારથી હું નિરંકુશપણે સર્વત્ર ભણું છું, ચેરી કરું છું, જુગાર ૨મું છું, ઘરે ઘરે ભિક્ષા માગું છું અને શૂન્ય દેવાલયમાં સુઈ રહું છું. આવી રીતે પાપકર્મ કરતા અને ફરતે ફરતે હું અહીં આવ્યે. આજ રાત્રેજ ચેરી કરવામાં પ્રવૃત્ત થયે. એવામાં તમારા સેવકોએ મને દીઠે, એટલે બાંધીને અહીં લઈ આવ્યા. હે રાજેદ્ર! આ મારે પિતાને વૃત્તાંત યથાસ્થિત મેં કહ્યું છે, હવે તમને એગ્ય લાગે તેમ કરે.” એટલે રાજાએ ચેરને મુક્ત કર ન જોઈએ” એમ ધારીને કેટવાળને આદેશ કર્યો કે –“આને શૂળીએ ચડાવે.”તલારક્ષકે તરત જ તેને ત્યાંથી ચાલતો કર્યો. એવામાં રાજાની ડાબી બાજુના આસન પર બેઠેલી પ્રિયંકરા પટરાણીએ તેને દીન, શરણુરહિત અને શૂન્ય જોઈને રાજાને વિજ્ઞપ્તિ કરી કે:હેનાથ! આજ એ ચાર મને સેપ, કે જેથી હું એક દિવસ એના મનોરથને પૂર્ણ કરું, આવતી કાલે પ્રભાતે હું પાછો એને આપને હવાલે કરીશ.” રાણીનું વચન ન ઓળંગી શકવાથી રાજાએ તે ચાર રાણીને સેંગે, એટલે રાણીએ તેના બંધન છેડાવીને તેને પિતાના આવાસમાં અણુ. પછી પટરાણીની આજ્ઞાથી પરિવાર જનોએ શતપાકાદિ તેલથી તેનું આદરપૂર્વક મર્દન કરી નાનપીઠ પર બેસારી સુવર્ણકળશમાં ભરેલ, સ્વચ્છ અને સુગંધી ઉષ્ણ જળથી તેને સ્નાન કરાવ્યું. પછી સુકોમળે અને સૂક્ષમ વસ્ત્રથી તેનું શરીર લુહીને કદલીના ગર્ભસમાન કમળ દિવ્ય વસ્ત્ર પહેરાવ્યા. તેના મસ્તકના કેશને કૃષ્ણગુરૂ-ધૂપના ધુમથી વાસિત કર્યો. પછી ચંદનના રસથી તેના અંગને વિલેપના કરી તેમણે યથાસ્થાને તેને અલંકારે પહેરાવ્યા. બંને બાહુમાં કંકણું, આંગળીમાં ઉમિકા ( વીંટી), કાનમાં કુંડળ, મસ્તકે મુગટ અને કંઠમાં હાર તથા અર્ધહાર પહેરાવ્યા. પછી એક વિશદ આસનP.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust