________________ 240 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એટલે લોકો કહેવા લાગ્યા કે- આ મૂર્ખ છે.” આથી તેને વૈરાગ્ય થતાં વિમળચંદ્ર આચાર્ય પાસે તેણે દીક્ષા અંગીકાર કરી તે અનુક્રમે ચારિત્ર પાળે છે અને ગવહન કરે છે, પણ કંઈ પાઠ આવડત નથી. તેથી તેમણે બાર વરસ પર્યત આંબિલ વિગેરે તપ કર્યું, છતાં કંઈ અક્ષરમાત્ર આવડ્યું નહિ. એટલે ગુરૂમહારાજે કહ્યું કે હે સાધે! તમને પૂર્વોપાર્જિત કર્મ ઉદયમાં આવ્યું છે. તો ખેદન કરે.” અને રે જીવ ! માં રૂષ, મા તુષ.” એમ બોલ્યા કરો.” તેટલું પણ તેને આવડ્યું નહિ, એટલે “માસતુસ, માસતુસ એમ તે વારંવાર બોલવા લાગ્યા. તે સાંભળી લોકોએ “માસ તુસ નામના ઋષિ એવું તેમનું નામ રાખ્યું. પછી તે માસતુસ ઋષિ ઈહાપોહ કરતાં, આંબિલ વિગેરે તપ કરતાં તથા શુક્લધ્યાન ધ્યાવતાં કેવળજ્ઞાન પામ્યા. એટલે પાસે રહેલા દેએ દુંદુભિનાદપૂર્વક સુવર્ણકમળની રચના કરી. ત્યાં બેસીને કેવળી ભગવંત ધર્મોપદેશ દેવા લાગ્યા કે –હે ભવ્યજનો! મેં પૂર્વભવમાં શિષ્યને શાસ્ત્ર ભણાવતાં અને વ્યાખ્યા આપતાં ભગ્ન મનથી જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું, આ ભવમાં તે કર્મ મને ઉદય આવ્યું, તેથી મને એક અક્ષર પણ આવડતું નહિ. હસતાં હસતાં જે કર્મ બંધાય છે તે રેતાં રેતાં પણ છુટતું નથી, માટે જીવે કર્મ ન બાંધવા.” છેવટે એ કર્મને સર્વથા ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે તેમના ઉપદેશથી ઘણા ભવ્ય જીવો પ્રતિબંધ પામ્યા. પછી તે કેવળી વસુધાપર વિહાર કરી બહુ જીને પ્રતિબંધ પમાડી શત્રુંજય તીર્થ પર સિદ્ધિપદને પામ્યા.” એમ જાણી જ્ઞાન મેળવીને જળમાં પડેલ તેલબિંદુની જેમ તેને સવત્ર વિસ્તાર કર.' હવે બીજું અભયદાન-એટલે દુ:ખ પામતા અથવા મરણ પામતા જીને બચાવ કરે છે. ત્રણ ભુવનના ઐશ્વર્યનું દાન દેવા કરતાં અભયદાન વધારે શ્રેષ્ઠ છે. ભયભીત પ્રાણીઓને જે અભય દેવામાં આવે છે તે પણ અભયદાનજ સમજવું. કારણ કે –સુવર્ણ, ગાય અને ભૂમિનું દાન કરનારા જગતમાં ઘણું મળી આવે છે, પણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust