________________ માસતુસ મુનિની કથા. 232 વિજયમુનિ પણ તેજ પ્રમાણે અંગીકાર કરીને શુભ ધ્યાનમાં તત્પર થઈ સભ્યપ્રકારે સંયમ પાળતાં તે ગુરૂની સાથે વિચારવા લાગ્યા. અવસરે તેને એગ્ય જાણું ગુરૂમહારાજે આચાર્ય પદપર સ્થાપી પિતે સંમેતશિખર પર અનશન કરીને મોક્ષપદ પામ્યા. હવે વિજ્યસૂરિ પિતાના શિષ્યને વાચના અને અધ્યાપન વિગેરેમાં તત્પર રહી વસુધાપર વિહાર કરતા મોટી પ્રતિષ્ઠા પામ્યા. એમ કરતાં બહુ કાળ વ્યતીત થયે એટલે શાસ્ત્રાભ્યાસના શ્રમથી અને વિવિધ ઉત્તર આપવાથી ભગ્ન અને શ્રાંત થઈ તે મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે:-અહો ! આ મુનિઓ ધન્ય છે, કે જે જડ છે અને પરપ્રશ્ન તથા શાસ્ત્રાર્થની ચિંતારહિત હોવાથી સુખે બેસીને મજા કરે છે, માટે મૂર્ણપણું જ સારું છે. એક જગ્યાએ કહ્યું છે કે –“હે સખે ! મને મૂર્ણત્વ બહુ પસંદ છે, કારણકે તેમાં આ આઠ ગુણે રહેલા છે. મુખ માણસ નિશ્ચિત, બહુ ભજન કરનાર, લજજારહિત, રાત દિવસ સુનાર, કાર્ય—અકાર્યને વિચાર કરવામાં અંધ અને બધિર, માન-અપમાનમાં સમાન, બહુધા રોગરહિત અને શરીરમાં દઢ હોય છે. અહો! મૂર્ણ સુખે જીદગી ગાળે છે. હું જ્યારે વધારે ભયે છું ત્યારે શાસ્ત્રાર્થને ઉત્તર ભાગીમાગીને મને પારાવાર કંટાળે આપે છે.” આવાધ્યાનથી તે આચાર્યજ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે કર્મ આવ્યા સિવાય મરણ પામીને સૌધર્મ દેવલોકમાં તે દેવ થયા. ત્યાં આયુ પૂર્ણ કરી આવીને પઢપુરમાં ધનશ્રેણીના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું જયદેવ એવું નામ રાખવામાં આવ્યું. શ્રેષ્ઠીએ બાલ્યવયમાં તેને લેખશાળામાં ભણવા મોકલ્યા. ત્યાં પંડિત ભણાવે, પણ એક અક્ષરમાત્ર તેને આવડે નહિ. શું કરે? શેઠને ચિંતા અને ખેદ થઈ પડયો. તે વિચારવા લાગ્યા કે –“જન્મ ન પામેલ અને મરણ પામેલ પુત્ર સારા, કારણકે તેથી સ્વલ્પ દુ:ખ થાય છે, પણ મૂર્ણ પુત્ર સારો નહીં, કેમકે તે તે યાજજીવ દગ્ધ કરે છે. પછી તે શ્રેષ્ઠી પુત્ર ભણી શકે તેમ કરવા માટે અનેક દેવોની માનતા અને વિવિધ - ષધો કરવા લાગ્યા, પણ તેને કંઈ આવડ્યું નહિ. તે વૈવન પામે, P.P. Ac. Gunratnasuri M.S. . . Jun Gun Aaradhak Trust