________________ 216 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. હૃદયમાં નમસ્કારરૂપ હારને ધારણ કરે, કર્ણયુગલમાં શ્રુતરૂપ કુંડળને ધારણ કરે, કરકમળમાં દાનરૂપ કંકણુને ધારણ કરો અને શિરપર ગુરૂની આજ્ઞારૂપ મુકુટને ધારણ કરો, કે જેથી શિવવધૂ તમારા કંઠમાં સત્વર સુંદર વરમાળા નાખે, વળી ચંદ્ર અને સૂર્યરૂપ વૃષભ દિવસ રાત્રિરૂપ ઘટમાળથી જીવોનું આયુષ્યરૂપ જળ ગ્રહણ કરે છે અને કાળરૂપ અરઘટ્ટને ફેરવ્યા કરે છે. એવી કઈ જાતિ નથી, એવી કેઈનિ નથી, એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવો અનંતીવાર જન્મ અને મરણ પામ્યા ન હોય.” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં રાત્રી વ્યતીત થઈ, એટલે જગતના ઉતને માટે સૂર્યોદય થયે. ભગવાન પાર્શ્વનાથ પ્રભાતકૃત્ય કરી માતાપિતાની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી તેમની આગળ બેસી તેમને સમજાવીને દીક્ષા લેવાની અનુજ્ઞા મેળવી. - પછી દીક્ષા નિમિત્તે પ્રભુએ વાર્ષિક દાન આપવાનો પ્રારંભ કર્યો. તે વખતે પ્રભુની આજ્ઞાથી સર્વત્ર ઇદ્ર એવી ઉદ્દઘોષણા કરી કે –“હે લોકે! પાર્શ્વપ્રભુ યથેચ્છ દાન આપે છે, માટે ગ્રહણ કરે. પછી શકેંદ્રના આદેશથી કુબેર પ્રભુના ઘરમાં મેઘની જેમ દ્રવ્ય વરસાવવા લાગ્યો. પ્રભુ દરરોજ એક કેડ ને આઠ લાખ હિરણ્ય નૈયા આપવા લાગ્યા. એટલે સમસ્ત જગતનો દારિદ્રયરૂપ દાવાનળ શાંત થઈ ગયા. વસુધાપર પરમાનંદરૂપ કંદ પ્રગટ થયા. ત્રણ અબજ અદ્યાશી કરેડ અને એંશી લાખ (૩૮૮૮૦૦૦૦૦૦)એટલું સુવર્ણ ભગવતે વાર્ષિકદાનમાં આપ્યું. પછી દીક્ષા અવસર જાણીને ચેસઠ ઈંદ્રો ત્યાં આવ્યા, અને ચારિત્રગ્રહણનો મહત્સવ કર્યો, તેમાં પ્રથમ તીર્થ જળથી ભરેલા એવા સુવર્ણના, ૨જતના અને રનના કુંભેથી ભગવંતને સ્નાન કરાવ્યું, પછી ચંદન કર્પરાદિ સુરભિ દ્રવ્યથી પ્રભુને વિલેપન કરી દિવ્ય વસ્ત્ર પહે રાવ્યા, પારિજાત પુષ્પના રમણીય હાર વિગેરેથી પ્રભુ અત્યંત મનેહર દીસવા લાગ્યા. પછી ઉદાર અને સુંદર હાર, કુંડળ, મુગટ, કંકણું, બાજુબંધાદિ ભૂષણોથી પ્રભુને ભક્તિપૂર્વક ભૂષિત કર્યા. એટલે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust