________________ 226 શ્રી પાશ્વનાથ ચરિત્ર-ભાષાંતર. દિવસે ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં આવતાં ચૈત્રમાસની કૃષ્ણ ચતુથીના દિવસે ઘનઘાતી કર્મચતુષ્ટય ક્ષય થતાં કરેલ છે અષ્ટમ તપ જેમણે એવા અને શુકલધ્યાનને ધ્યાનારા એવા ત્રિભુવનપતિ પાW. નાથ ભગવંતને દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લોકાલકને પ્રકાશનાર અને ત્રિકાળવિષયી એવું સંપૂર્ણ જ્ઞાન અને દર્શને ન પ્રગટ થયું, એટલે સુરાસુરનાં આસનો કંપ્યાં, તેથી દેવોએ ત્યાં આવી હર્ષિત થઈને પોતપોતાના સર્વ કૃત્યે આ પ્રમાણે કયો– પ્રથમ વાયુકુમાર દેવએ એક જનપ્રમાણે પૃથ્વી સાફ કરી, મેઘકુમાર દેવોએ સુગંધી જળવૃષ્ટિથી એક જન પ્રમાણ વસુધાને સિંચન કરી; પછી વ્યંતર દેવેએ સુવર્ણ અને રત્નનું ભૂમિપીઠ બાંધ્યું તથા જેના ડીંટ નીચે રહે એવા વિચિત્ર (પાંચે વર્ણનાં) પુરુ પાથર્યો. તે ભૂમિની શોભાને માટે ચારે દિશામાં રત્ન, માણિકય અને કાંચનના તોરણ બાંધ્યાં. પછી વૈમાનિક, તિષ્ક અને ભવનપતિ દેએ મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાથી સુશેભિત એવા રત્ન, સ્વર્ણ અને રજતમય ત્રણ ગઢ બનાવ્યા. વ્યંતરેએ ગઢના ચારે દ્વાર આગળ સુવર્ણકમળોથી અલંકૃત એવી વાવડીઓ કરી. બીજા વપ્રની અંદર ઈશાન ખુણામાં ભગવંતના વિશ્રામને માટે દેવછંદ તૈયાર કર્યો. સમવસરણના મધ્યમાં વ્યંતરેએ સત્યાવીશ ધનુષ્ય ઉંચું અશોકવૃક્ષ વિકવ્યું. અને તેની નીચે વિવિધ રત્નમય ચાર પાદપીઠ બનાવ્યાં. તેની મધ્યમાં મણિમય પ્રતિષ્ઠદ બનાવ્યું. તેની ઉપર પૂર્વ દિગ્વિભાગમાં તેમજ બીજી ત્રણ દિશામાં રત્નમય સિંહાસન સ્થાપન કર્યો અને તે પર ત્રણ છત્ર ધારણ કર્યા. બે બે યક્ષેએ ચારે બાજુએ બે બે ચામર ધારણ કર્યા. ચારે દ્વાર આગળ સુવર્ણકમળપર સ્થિત એવા ચાર ધર્મચક તૈયાર કર્યા અને બીજું પણ જે કાંઈ કર્તવ્ય હતું તે બધું વ્યંતરોએ બજાવ્યું. (સમસરણના પ્રમાણુના સંબંધમાં એક સ્થાને આવી ગાથા છે:-). 1 ચરિત્રમાં પાદપીઠ, સિંહાસન, છત્ર, ચામર, ધમચક્ર વિગેરે એકેક કહેલા છે, પણ એક દિશામાં જેમ કર્યા તેમ ચારે દિશામાં સમજી લેવાના હેવાથી અહીં તે અર્થ કર્યો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust