________________ પ્રભુની દેશના. 229 આપના ચાર મુખમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ જાણે ચાર કષાયોને નાશ સૂચવતો હેય-તેમ આકાશમાં ચારે બાજુ ધ્વનિત થયા કરે છે, આપે કરેલા પાંચે ઇન્દ્રિયના જયેથી સંતુષ્ટ થઈને જ દે તમારી દેશનાભૂમિમાં મંદરાદિ પાંચ પ્રકારના (પાંચ વર્ણન) પુષ્પો વરસાવે છે. જાણે આપથી કરાતી છકાયની રક્ષાને સૂચવતું હોયતેમ ગગનસ્પશી પદ્ધથી ઉલૂસિત આ અશોકવૃક્ષ આપની ઉપર શોભી રહ્યું છે. હે નાથ! સાત ભયરૂપ કાષ્ઠને ભસ્મ કરવાથી અગ્નિસમાન છતાં આપના સંગથી જ જાણે આ ભામંડળ શીતતાને ધારણ કરતું હાય-એમ લાગે છે. ઉંચે રહીને આઠે દિશાઓમાં (ચાર દિશા ને ચાર વિદિશામાં) શબ્દ કરતો આ દુંદુભિ-જાણે આપના અષ્ટ કર્મરૂપ રિપુસમૂહના વિજયને સૂચવતે હાય-એમ જણાય છે; હે નાથ! સાક્ષાત્ અંતરંગ ગુણલક્ષ્મી જ હાય-તેવી આ પ્રાતિહાર્યની શોભા જોઈને તેનું મન આપનામાં સ્થિર ન થાય?” આ પ્રમાણે જગત્મભુની સ્તુતિ કરીને શ્રીમાન અશ્વસેનરાજા ઉદારબુદ્ધિથી ઉપાસના કરતા સતા સપરિવાર યથાસ્થાને બેઠા. પછી ભગવતે જનગામિની, અમૃત સિંચનારી અને સર્વ જીવો સમજી શકે તેવી (35 ગુણવાળી) વાણીથી મધુરદેશના આપવાનો પ્રારંભ કર્યો. “શ્રી જિનેશ્વરની મધુર વાણું આગળ દ્રાક્ષા તે ભયભીત થઈને સંકુચિત થઈ જાય છે, શર્કરા મુખમાં તૃણને ધારણ કરે છે અને ક્ષીર તે સદા પાણી જેવી થઈ જાય છે.” હવે ભગવતે આપેલી દેશનાનું સ્વરૂપ કહે છે. તે આ પ્રમાણે - - “હે ભવ્યજનો ! માનસિક દષ્ટિથી તમે અંતરભાવને આશ્રય કરે અને અસારનો નિરીક્ષણપૂર્વક ત્યાગ કરીને સારને સંગ્રહ કરે. કારણ કે -ક્રોધરૂપ વડવાનળથી દુવૃષ્ય, માનરૂપ પર્વતથી દુર્ગમ, માયાપ્રપંચરૂપ મગરેથી યુક્ત, ભરૂપ આવર્તી (ભમરી) થી ભયંકર, જન્મ, જરા, મરણ, રોગ, શોક અને દુ:ખરૂપ જળથી ભરેલા, તેમજ ઇન્દ્રિયેચ્છારૂપ મહાવાતથી ઉત્પન્ન થયેલા ચિંતારૂપ ઉર્મિઓથી વ્યાસ-એવા આ અપાર સંસારસાગરમાં પ્રાણુઓને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust