________________ 227 સમવસરણ વર્ણન. " वारसजोयणमुसहे, ओस रणं आसि नेमिजिणजाव / - ao જાક ઉi, વારે 5 વરવી છે. “ત્રષભદેવનું સમવસરણ બાર એજનનું, અને ત્યાર પછી નેમિનાથજી સુધી બે બે ગાઉ ઓછું-એટલે નેમિનાથજીનું દોઢજનનું (છ ગાઉનું), પાર્શ્વનાથનું પાંચ ગાઉનું અને ચાવીશમા વીર પરમાત્માનું ચાર ગાઉનું સમજવું.” (આ ગાથાને પુષ્ટિ કરે તેવી હકીકત સમવસરણ પ્રકરણાદિ માંથી મળી શકતી નથી.) પછી સુરસંચારિત સુવર્ણકમળપર ચરણ ધરતા કરોડ દેવોથી પરિવૃત્ત એવા પ્રભુએ સમવસણમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ભગવતે અશોકવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી “નો તિથa’ એ પદથી તીર્થને નમસ્કાર કરી પૂવૉભિમુખ સિંહાસન પર ભગવંત વિરાજમાન થયા. એટલે વ્યંતરોએ તરત બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના સ્વરૂપ જેવા બીજા ત્રણ રૂપ કર્યો. પછી પ્રભુના શરીરનું તેજ અસહ્ય જાણીને ઈદ્ર તેમના અંગમાંથી સ્વ૫ સ્વલ્પ તેજ લઈને ભામંડળ કર્યું. તે ભામંડળ પ્રભુના શિરના પૃષ્ઠભાગ પર શોભવા લાગ્યું. પ્રભુની આગળ એક રત્નમય ધ્વજ શોભવા લાગ્યો. અને મેઘના જે ગંભીર ઇવનિ કરનાર એ દેવદુંદુભિ આકાશમાં શદ કરવા લાગ્યું. પછી બાર પર્ષદા યથાસ્થાને સ્થિત થઈ તે આ પ્રમાણે –સાધુ, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ અગ્નિ ખૂણામાં ભવનપતિ, તિન્ક અને વ્યંતરની દેવીઓ નૈઋત્ય ખુણામાં, ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દે વાયવ્ય ખુણામાં અને વૈમાનિક દે, પુરૂષ તથા - 1 સમવસણ પ્રકરણમાં ગઢ વિગેરેનું પ્રમાણ કહેલ છે તે કઈ અંગુળથી એમ જણાવેલ નથી, પણ તેની ગાથા 13 મી માં માત્ર નિચનિચરાજી એમ કહેલ છે તે ઉપરથી આત્માંગુળ સમજાય છે. તવ કેવળગમ્ય. 2 આ ધ્વજ પણ ચાર દિશામાં ચાર સમવસરણ પ્રકરણમાં કહ્યા છે. (ગાથા 13 મી.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust