________________ 236 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર. ભેજનાદિકથી તેમને સત્કાર કરીને યચિત સ્થાને બેસાર્યા. પછી તેમની સમક્ષ છાનુક્રમથી તે વહુઓને બોલાવી પ્રત્યેકને વ્રીહિ (શાળ)ને પાંચ પાંચ દાણ આપીને શ્રેષ્ઠીએ આ પ્રમાણે કહ્યું કે –“હે પુત્રવધૂએ ! આ પાંચ વ્રીહિના દાણું તમારે સાચવવા અને હું જ્યારે માગું ત્યારે તેજ મને પાછા આપવા.' એમ કહીને સમસ્ત જનોને તેણે વિસર્જન કર્યા પછી 4 વધૂએ વિચાર કર્યો કે -વૃદ્ધ સસરાની બુદ્ધિ બહેર મારી ગઈ જણાય છે કે આ પ્રમાણે જેણે દ્રવ્ય ખરચી સ્વજનોને ભેજન કરાવી સર્વની સમક્ષ આ પાંચ વ્રીહિના દાણું આપ્યા. મારે એ પાંચ દાણાને શું કરવા છે?” એમ ચિંતવી તે દાણા તેણે બહાર ફેંકી દીધા પછી બીજી વહુએ વિચાર કર્યો કે –“આ દાણાને શું કરું? એ રાખવા પણ ક્યાં?” એમ વિચારીને તે ભક્ષણ કરી ગઈ. ત્રીજીએ વિચાર કર્યો કે:-“વૃદ્ધ પુરૂષે આવા આડંબરપૂર્વક સ્વજનોની સમક્ષ આ દાણ આપ્યા છે, માટે કંઈ પણ કારણ હોવું જોઈએ.” એમ ચિંતવી શુદ્ધ વસ્ત્રમાં તે બાંધીને તેણે પોતાની પેટીમાં મૂક્યા અને પ્રતિદિન તેને સંભાળવા લાગી. એથી રહિએ તે દાણું પોતાના બંધુઓને આપ્યા અને પ્રતિવર્ષે તે વવરાવીને વૃદ્ધિ પમાડ્યા, તેથી અનુક્રમે તેના બહુ દાણુ થયા. પછી પાંચમે વર્ષે શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે -મેં વધૂઓને દાણા આપ્યા છે તેને આજ પાંચ વર્ષ થવા આવ્યા માટે જોઉં તો ખરે કે તેમણે તેનું શું કર્યું છે?” એમ વિચાર કરી સ્વજનોને એકત્ર કરી તેમને ભક્તિપૂર્વક ભજન કરાવીને તેમની સમક્ષ શ્રેષ્ઠીએ વહુઓ પાસે તે દાણ માગ્યા. તેમાં પ્રથમ ઉક્ઝિતા વહુને કહ્યું કે –“હે વસે! તને યાદ છે? કે મેં પાંચ વર્ષ પર તમને પાંચ વ્રીહિના દાણું આપ્યા હતા?” વહુ બોલી કે –“સાચી વાત છે, તમે દાણા આપ્યા હતા. સસરાએ કહ્યું કે તે મને પાછા આપે.” એટલે, ઉનિઝતાએ ઘરમાં જઈ બીજા પાંચ દાણ લાવીને આવ્યા. સસરાએ કહ્યું કે –“હે વત્સ! આ તેજ દાણું છે કે બીજા?” એટલે કુલીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust