________________ 234 . શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કર્માનુસારિણી હોય છે; તથાપિ સુજ્ઞજનોએ સારી રીતે વિચાર કરીને કાર્ય કરવું.” તે એકાકી ફરતાં બહુ દુઃખી થયે. કહ્યું છે કે જે દિવસે આપણી પાસે ધન હોતું નથી તે દિવસે આપણે મિત્ર કઈ થતું નથી, જુઓ સૂર્ય કમળને મિત્ર છે, પણ જળ વિના તે વૈરીરૂપ થઈ પડે છે. હવે એકાકી એ તે આમતેમ ભમતાં ઉડ્ડીયાણ ભૂમિમાં ગયે. ત્યાં કીર્તિધર મુનિને તેણે કાયોત્સર્ગ રહેલા જોયા. તેમને જોઈને તત્કાળ બહુજ આનંદ ઉલ્લસિત થયે. તે અંતરમાં વિચારવા લાગ્યું કે –“અહો! મારા ભાગ્યેાદયથી અહીં મને સાધુનું દર્શન થયું. કારણ કે –“દેવના દર્શનથી સંતોષ, ગુરૂના દર્શન નથી આશીવાદ અને સ્વામીના દર્શનથી સન્માન મળતાં કેને હર્ષ ન થાય?” હવે એમને નમન કરીને મારા આત્માને નિર્મળ કરૂં.” એમ વિચારી શુદ્ધ બુદ્ધિથી તેણે તે મુનીશ્વરને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કર્યું. એટલે મુનિએ પણ ધર્મલાભરૂ૫ આશીષ આપીને તેને સંતુષ્ટ કર્યો. પછી તે ભાવથી અંજળી જોડીને વિનયપૂર્વક યથાસ્થાને બેઠે. એટલે મુનિરાજે ધર્મદેશના દેવાનો પ્રારંભ કર્યો. આર્ય દેશ, ઉત્તમ કુળ અને રૂપ, બળ, આયુ, બુદ્ધિ વિગેરેથી મનહર એવા નરત્વને પામીને જે મૂખ પ્રાણું ધર્મ કરતું નથી તે સમુદ્રમાં રહીને નાવને મૂકી દેવા જેવું કરે છે. ધર્મ એ મોહરૂપ મને હારાત્રિથી વ્યાકુળ થયેલા પ્રાણુઓને દિનદય સમાન છે અને શુષ્ક થતા સુખવૃક્ષને તે મેઘ સમાન છે. સમ્યક્ પ્રકારે આરાધન કરતાં તે ભવ્ય જનને સુખસંપત્તિ આપે છે, અને દુર્ગતિમાં પડતા પ્રાણીએને બચાવીને તે દુઃખમુક્ત કરે છે. બંધુરહિત જનોને તે બંધુ સમાન, મિત્રરહિતને મિત્ર સમાન, અનાથને નાથ અને જગતના એક વત્સલરૂપ છે. જીવદયામય સમ્યગ્ધર્મને ભગવંતે ગૃહસ્થ અને યતિના ભેદથી બે પ્રકારે ઉપદિશેલ છે. હે ભદ્ર! યથાશક્તિ તે ધર્મને તું આશ્રય કર.” ઇત્યાદિ દેશના મંત્રથી મેહરૂપ મહાવિષ વિસ્ત થતાં સદ્ધર્મચેતના પામીને વિજયે મુનિપણું અંગીકાર કર્યું. તેને દીક્ષા આપીને Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.