________________ 230 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ~ ~ ~ ~~~ ~~ ~ ~~ કિંમતી મહારત્નની જેમ મનુષ્ય જન્મ પામવો અતિ દુર્લભ છે. જંબૂદ્વીપ,ઘાતકીખંડ અને પુષ્પરાધ–એમ મળીને અઢીદ્વીપ થાય છે. તેમાં પાંચ મહાવિદેહ, પાંચ ભારત અને પાંચ ઐરાવત– એ પંદર કર્મભૂમિ કહેવાય છે. તેમાં પાંચ મહાવિદેહમાં એક સે સાઠ વિજય છે, તથા પાંચ ભારત અને પાંચ એરવત–એ દશ મળીને એક સે સિત્તેર કર્મક્ષેત્ર થાય છે. તે પ્રતિક્ષેત્રમાં અનાર્યોના પાંચ પાંચ ખંડ હોય છે અને છઠ્ઠો ખંડ આર્યભૂમિ હોય છે. તે પણ પ્રાયઃ મ્લેચ્છાદિકથી અધિષિત હોય છે. મધ્યખંડ (છઠ્ઠો ખંડ) માં પણ ધર્મસામગ્રીના અભાવવાળા અનાર્ય દેશ ઘણું હોય છે. હવે આર્ય દેશમાં પણ સુકુળત્પત્તિ, દીર્ધાયુષ્ય, આરોગ્ય, ધર્મેચ્છા અને સુગુરૂનો ગ–એ પાંચ વાનાં મળવાં ઘણાં દુર્લભ છે. પાંચ પ્રમાદના સ્તંભ રૂપ મેહ અને શેકાદિ કારણેથી પુણ્યહીન અને મનુષ્ય જન્મ પામીને પણ પિતાનું હિત સમજી કે સાધી શકતા નથી. હિત સાંભળ્યા છતાં પણ ધર્મમાં તો કેઈકનીજ મતિ ઉત્પન્ન થાય છે. કારણ કે સર્વ સુક્તિ (છીપ) માં કાંઈ મેઘનું જળ મુક્તાફળ રૂપે પાકતું નથી, માટે ફલાથી જનેએ સુખના હેતુરૂપ ધર્મનું સદા આરાધન કરવું. તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ-એમ ચાર પ્રકારે છે. તેમાં જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન-એમ દાનધર્મ ત્રણ પ્રકારે કહેલ છે. સમ્યજ્ઞાનથી આત્મા પુણ્ય-પાપ જાણી શકે છે, અને તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ (પુણ્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ) કરીને જીવ મેક્ષને સાધી શકે છે. બીજા દાનથી તે કદાચ કાંઈક વિનાશ (ઓછા થવાપણું) પણ જોવામાં આવે છે, પરંતુ જ્ઞાનદાનથી તે સદા વૃદ્ધિજ થાય છે અને સ્વ–પરની કાર્યસિદ્ધિ પણ એમાંજ સમાયેલી છે. સૂર્યથી અંધકારની જેમ જ્ઞાનથી રાગાદિ દૂર થાય છે, માટે જ્ઞાનદાન સમાન જગતમાં અન્ય ઉપકારક નથી. વધારે શું કહેવું? જ્ઞાનદાનથી પ્રાણી ત્રિભુવનને પૂજિત એવું તીર્થકરપણું પ્રાપ્ત કરે છે. અહીં ધનમિત્રનું દષ્ટાંત જાણવા લાયક છે.” ભગવંતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust