________________ ધસ્થ વિહાર 25 ભવસાગરમાં પડતાવિશ્વને એક આધારભૂત સ્તંભની જેમ સ્થિર રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું; એટલે ભગવંતને ઉપસર્ગ થતે જાણીને તે પોતાની દેવીઓ સહિત ત્યાં આવ્યું, અને પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના ચરણ નીચે કમળની સ્થાપના કરી અને મસ્તક પર તેણે સાત ફણારૂપ છત્ર ધારણ કર્યું. તે વખતે ભગ વંત ધ્યાન-સમાધિસુખની લીલારૂપ કમળપર રહેલા રાજહંસની જેવા શોભવા લાગ્યા. ભક્તિ વડે નિર્ભર એવી ધરણેની દેવીઓ (ઈંદ્રાણીઓ) પ્રભુ પાસે , વીણા અને મૃદંગાદિ વાવપૂર્વક સંગીત તથા નાટક કરવા લાગી. એ વખતે ભક્તિમાન્ ધરણેન્દ્ર અને ઉપસર્ગ કરનાર કમઠ-એ બંને પર પ્રભુની તુલ્ય મનોવૃત્તિ હતી. પછી એ પ્રમાણે અમર્ષ સહિત વરસતા મેઘમાળીને ધરણે કે કેપથી આક્ષેપપૂર્વક આ પ્રમાણે કહ્યું કે-“હે દુર્મતે! પિતાના અનંથને માટે આ તે શું આરંવ્યું છે? હું ભગવંતને સેવક છું, તેથી હવે હું સહન કરવાનું નથી. કાષ્ટમાં બળતા એવા મને ભગવતે નમસ્કાર મંત્ર સંભળાવીને ઇંદ્ર બનાવ્યો અને તેને પણ પાપથિી અટકાવ્યું, એમાં ભગવતે તારે શો અપરાધ કર્યો? નિષ્કારણ બંધુ એવા એ નાથપર તું નિષ્કારણ શત્રુ શા માટે થાય છે? ત્રણ જગતને તારવામાં સમર્થ એવા એ ભગવાન જળથી બુડવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું પોતેજ બુડવાને છે.” એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર મેઘમાળીને હાંકી કહાડ્યો, એટલે તે ભયભીત થઈ ભગવંતને તથાસ્થિત અને નાગૅદ્રથી સેવાતા જોઇને સર્વ જળ સંહરી લઈ પ્રભુના ચરણમાં આવીને પડ્યો અને અંજળી જેડી પ્રભુને ખમાવી ભકિતપૂર્વક નમસ્કાર કરીને પશ્ચાત્તાપ કરતો સ્વાસ્થાને ગયે. ધરણેન્દ્ર પણ ભગવંતને નિરુપદ્રવી જાણે તેમને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને સવભવને ગયા અને પ્રભુએ ત્યાં જ તે રાત્રી વ્યતીત કરી. હવે વ્રત લીધા પછી વ્યાશી દિવસ વ્યતિક્રાંત થતાં ચોરાશીમે 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust