________________ 224. શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર થઈને પ્રભુની સન્મુખ આવ્યું. તેણે પ્રથમ જગમ પર્વત જેવા ગાજતા હાથીઓ વિદુર્થો. તેઓ દૂરથી આવીને પોતાની સુંડાથી પ્રભુને ક્ષોભ પમાડવા લાગ્યા, પણ તે ભીમ રૂપોથી પ્રભુ ભ ન પામ્યા. એટલે તે લજિજત થઈને અદશ્ય થઈ ગયા. પછી તેણે પ્રભુની આગળ દાઢારૂપ કરવતથી ભીષણ, તીક્ષણ નખરૂપ મુદ્દાલયુક્ત અને અગ્નિ જેવી પ્રદીપ્ત દષ્ટિવાળા ઘણુ વાઘ વિકુ. એટલે તે દૂરથી આવી પોતાના પુચ્છથી પૃથ્વીને આહત કરી પ્રભુ પાસે ધુત્કાર શબ્દ કરવા લાગ્યા. તથાપિ સ્કુરાયમાન ધ્યાનરૂપ પ્રદીપના પ્રભાવથી પ્રભુને અન્ય જાણીને તે દૂર ચાલ્યા ગયા. પછી તે વૈરીદેવે ચિત્તાઓ, વિષમય સર્પ અને વીંછીઓ વિમુર્થી, તેઓથી પણુ ભગવંત એક તીલતુષ માત્ર પણ ક્ષુબ્ધ ન થયા. એટલે તે દેવા ધમ વાદ્ય વગાડતી, ગાન કરતી અને અનેક હાવભાવ તથા કામચેષ્ટા કરતી એવી ઘણું કિન્નરીઓથી ભગવંતને ચલાયમાન કરવા લાગ્યું, છતાં પ્રભુ ક્ષેભ ન પામ્યા. જેમ જબરજસ્ત વાયુથી કઈ રીતે મેરૂપર્વત ચલાયમાન ન થાય, તેમ પ્રભુ ચલાયમાન ન થયા. પછી તે પાપાત્માએ પ્રભુના મસ્તક ઉપર મોટી રવૃષ્ટિ કરી. છતાં ભગવંત લેશમાત્ર પણ ચલાયમાન ન થયા. પછી તે દુષ્ટાત્માએ વિકીર્ણ કેશવાળા, વિકૃત આકૃતિવાળા અને મનુષ્યના મુંડ તથા ધડને ધારણ કરનારા તથા ભયંકર આકારવાળા અનેક પ્રેત અને વેતાળ વિકુર્થી. તેઓથી પણ પ્રભુ ભાયમાન ન થયા, તેથી તે દુષ્ટને બહુજ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. એટલે ભગવંતને જળમાં ડુબાડવાને માટે તે પાપીએ આકાશમાં મેઘ વિક્ર્યો. તેમાં કાળની છાઁા સમાન વિજળી ચમકવા લાગી, ગગનભેદી ગર્જનાઓથી સર્વ દિશાઓ પૂરાઈ ગઈ અને જગત્ બધું આકુળ વ્યાકુળ થઈ ગયું, એટલે મુશળ ધારાએ મેઘ વરસવા લાગ્યા. આકાશ અને પૃથ્વી જળમય થઈ ગઈ અને જંતુઓ અને વૃક્ષાદિક બધા જળમાં તણાવા લાગ્યા. તે વખતે પ્રભુના જાનુ કટી અને કંઠપર્યત જળ વધતું ગયું. એમ કરતાં કરતાં તે નાસિકાના અગ્રભાગ સુધી આવ્યું, તથાપિ ભગવંત પિતાના ધ્યાનથી ચલાયમાન ન થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust