________________ -www-on- * 222 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તે રસાયન કેવું?”એટલે મુનિ બેલ્યા કે –આ કર્મજન્ય રોગ છે, તેના નિવારણ માટે ધર્મરૂપ ઔષધ કર.” એટલે તેણે શુદ્ધ ભાવથી સમ્યકત્વ સહિત પંચ અણુવ્રતરૂપ ગુડWધર્મને સ્વીકાર કર્યો. ત્યારથી તે અચિત્ત આહાર, પ્રાસુક જળપાન, અને પંચ પરમેથી નમસ્કારની ગણના કરવામાં તત્પર થયે અને શુભ ભાવના ભાવવા લાગ્યા. એકદા ચૈત્યમાં જઈ જિનેશ્વરને અને મુનિને વંદન કરીને તે બેઠે. તે વખતે બીજે એક પુષ્કલિક નામને શ્રાવક મુનિ સમીપે પૂર્વે બેઠા હતા. તેણે મુનિને પૂછ્યું કે;–“હે ભગવન્આવા પ્રકારના વિવિધ વ્યાધિથી વિશીર્ણ થયેલા પુરૂષને જિનમંદિરમાં આ વિને જિવંદન કરવું યુક્ત છે?' મુનિ બોલ્યા કે –“હે મહાભાગ! અવગ્રહ જાળવીને અને આશાતના ટાળીને દેવવંદન કરવામાં શે દેષ છે? સાધુઓ પણ મેલ અને પરસેવાથી મલિન દેહવાળા હોય છે, તેઓ તેવા સ્વરૂપે જ ચૈત્યમાં દેવવંદન કરે છે. એટલે પુન: પુકલિક શ્રાવકે કહ્યું કે –“આ મનુષ્ય કઈ ગતિમાં જશે?” મુનિ જ્ઞાન નના પ્રભાવથી બેય કે –“પૂર્વે આયુ બાંધેલ હેવાથી એ રાજપુરમાં તિર્યંચગતિમાં કુકડે થશે. તે વખતે તે કુછી પિતાનું ભાવી દુ:ખ સાંભળીને અત્યંત રૂદન કરવા લાગ્યું. એટલે મુનિએ તેને બધ આપે કે –“હે સુજ્ઞ! ખેદ ન કર. જેમ પ્રચંડ પવનથી ઉ. છળેલ સમુદ્રના તરંગને પ્રસાર કોઈથી અટકાવી ન શકાય તેમ પૂર્વ કર્મના વિપાકને પ્રસાર કેઈથી અટકાવી ન શકાય. પંડિત પુરૂ કહી ગયા છે કે –“જીવને સુખ દુઃખ આપનાર અન્ય કોઈ નથી, તે બીજું કઈ આપે છે એમ માનવું એ કુબુદ્ધિ છે. તે નિષ્ફર આત્મા! પૂર્વે જે દુષ્કર્મ કર્યું છે, તેજ તારે ભોગવવું પડે છે.” તેમજ વળી: " आरोहतु गिरिशिखरं, समुद्रमुल्लंघ्य यातु पातालं / विधिलिखिताक्षरमालं, फलति सर्व न संदेहः // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust