________________ છદસ્થ વિહાર 221 ચિંતવ્યું કે હું સેવક છતાં પ્રભુને સૂર્યકિરણને સ્પર્શ ન થાઓ.” એમ વિચારી પ્રભુના મસ્તક ઉપર તેણે સહસ્ત્ર ફણારૂપ છત્ર ધારણ કર્યું. પછી ભગવતે અન્યત્ર વિહાર કર્યો, એટલે ધરણે પણ સ્વસ્થાને ગયે. એ ત્યાં અહિચ્છત્રા નામે નગરી વસાવી, અને ત્યાં અહિચ્છત્ર નામે તીર્થ પ્રસિદ્ધ થયું. સ્વામી રાજપુર નગરની સમીપના ઉપવનમાં જઈને પ્રતિમાઓ રહ્યા. ત્યાં ઈશ્વર નામે રાજા હતો. તે રાજા તે વખતે રવાડીએ નીકળ્યા હતા. એવામાં સેવકોએ કહ્યું કે હે સ્વામિન! આ વ્રતસ્થ એવા અશ્વસેન રાજાના પુત્ર પાર્શ્વ ભગવંતને જુઓ.” એમ કહેતાં જ રાજા હર્ષિત થઈ પાર્શ્વનાથની પાસે આવ્યે. ત્યાં પ્રભુને જોઈને રાજાએ ચિંતવ્યું કે –“આવો વેષ કયાંક મારા જેવામાં આવે છે.” એમ ચિંતવતા તે મૂચ્છ પામ્યું. પછી જાતિસ્મરણ ઉત્પન્ન થતાં તે સાવધાન થઈને બોલ્યો કે -અહે! મોટા આશ્ચર્યની વાત છે કે-મને મારો પૂર્વભવ બધે યાદ આવ્યું છે.” મંત્રી બોલ્યા કે આપનું પૂર્વભવનું વૃત્તાંત શું છે તે કહી સંભળાવે.” રાજાએ કહ્યું કે –સાંભળે. “પૂર્વે વસંતપુર નગરમાં દત્ત નામે બ્રાહ્મણ હતા. તે લગ્ન અને નિમિત્તજ્ઞાનના કથનથી લોકમાં પ્રસિદ્ધ થયો. એકદા કર્મ વશાત્ તે બ્રાહ્મણને કુષ્ઠ રોગ ઉત્પન્ન થયે. સેંકડે ઔષધો કરતાં પણ તે શાંત ન થયો, એટલે દૈવવશાત તેના કુટુંબે પણ તેને ત્યાગ કર્યો, તેથી તે દુઃખી થયું. પછી તે ગંગા પાસે આવીને એકદમ તેના જળમાં કુદકો મારવા જતા હતા તેવામાં આકાશમાર્ગે જતાં કઈ વિદ્યાધર ત્રિષિએ તેને જે અને કહ્યું કે –“હે મહાભાગ! જળમાં ઝંપાપાત શા માટે કરે છે?” તે બોલ્યો કે:-“હે સાધ! રોગના દુખથી હું બહુ હેરાન થઉં છું, તેથી મરવા ઈચ્છું છું.”મુનિ બોલ્યા કે:-“હે મહાભાગ! સર્વ રોગને હરણ કરે એવા જિનધર્મ. રૂપ મહારસાયનનું સેવન કર, અને તેની સતત સેવા કરી વિષવૃક્ષ (સંસાર) ના મૂળભુત દુષ્કર્મનું છેદન કર.” એટલે તે બોલ્યો કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust