________________ વસ્થ વિહાર. 9 વ ષ -નવપરિણત વધુની જેમ માથું નીચું રાખે તે. 10 લબત્તરદોષ-નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ ઉપર લાંબું વસ્ત્ર રાખે છે. 11 સ્તનદોષ-ડાંસ વિગેરેના ભયથી અથવા અજ્ઞાનથી સ્ત્રી જેમ લજજાથી શરીર ઢાંકી રાખે તેમ હૃદયને ઢાંકી રાખે તે. 12 સંયતીદોષ-શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બને ખભા યા સમગ્ર શરીર ઢાંકી રાખે તે. 13 સમુહંગલાદેષ-આળાવાની સંખ્યા ગણવાને માટે અંગુળી તથા પાંપણના ચાળા કરે તે. 14 વાયદેષ-કાગડાની જેમ આંખના ડોળા ફેરવે છે. 15 કપિથ્થદોષ-જૂના ભયથી અથવા પ્રસ્વેદથી મલીન થવાના વસ્ત્રને કોઠની જેમ ગોપવી રાખે તે. 16 શિરકે પોષ–યક્ષથી આવેશિત થયેલાની જેમ માથું ધુણાવે તે. 17 મૂકદોષ-મુંગાની જેમ હું છું કરે છે. 18 મદિરાદેષ-મદમરની જેમ આળાવા ગણતાં બબડાટ કરે તે. 19 પ્રેક્ષ્યદેષ-વાનરની જેમ આમતેમ જુએ, ઓછપુટ ચળાવે તે. એ પ્રમાણે ગણીશ દેષ ટાળીને પ્રભુ કાત્સગે રહ્યા. તેમજ દષ્ટિ યુગળને નાસિકાના અગ્રભાગપર રાખી, દાંતથી દાંતને સ્પર્શ કર્યા સિવાય, વદનને પ્રસન્ન રાખી પૂર્વ કે ઉત્તરદિશા સન્મુખ મુખ રાખી અપ્રમત્ત અને સુસંસ્થાનપૂર્વક ધ્યાનમાં તત્પર થયા. ભગવંત કાર્યોત્સર્ગમાં સ્થિત હતા એવામાં ત્યાં મહીધર નામનો હાથી જળપાનને માટે આવ્યું. અને પ્રભુને જોઈ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ પામવાથી તે ચિતવવા લાગે કે - | ‘પૂર્વભવે હું વામન એ હેમનામે કુલપુત્રક હ. વામન પણાના દેષથી લોકોમાં હું હાસ્યાસ્પદ થયો. એકદા પિતાના પરાભવને લીધે ઘરથી નીકળીને વન માં ભમતાં એક મુનિ જોવામાં આવ્યા. મેં તેમને વંદન કર્યું, એટલે તેમણે મને યતિપણામાટે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust