________________ દીક્ષા મહોત્સવ. . ર૧૭ પ્રભુ કલ્પવૃક્ષની જેવા શોભવા લાગ્યા. પછી શકે છે રચેલી વિશાળ શિ. બિકાપર આરૂઢ થઈ પ્રભુએ સિંહાસનને અલંકૃત કર્યું. તે વખતે ભગવંત ઉપર સુવૃત્ત, ઉજવળ અને ઉદ્ઘસાયમાન છત્ર તથા બંને બાજુ બે ચાપર શોભવા લાગ્યા. પછી બહુ વાઘ વાગતાં, વિવિધ ગીત ગવાતાં, બંદીજનોથી જય જય શબ્દ બોલાતાં, સુરાસુર અને મનુષ્યથી શિબિકાને વહન કરાતાં, નગરજનોથી ઉત્કંઠાપૂર્વક જોવાતા, શિરથી નમન કરાતા અને અંજળિપૂર્વક સ્તુતિ કરાતા ભગવંત હર્ષપૂર્વક સંયમશ્રીને વરવાને માટે આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અશેકવૃક્ષની નીચે શિબિકા પરથી ઉતરીને ભગવંતે સુવર્ણ અને રત્નાભર ને ત્યાગ કર્યો, અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ રત્નોને ગ્રહણ કર્યો. તે વખતે શકેંદ્ર પ્રભુના સ્કંધપર દેવદૂષ્ય-વસ્ત્ર મૂક્યું. પછી પોસમાસની કૃષ્ણ એકાદશી તથા વિશાખા નક્ષત્રમાં અષ્ઠમ તપ કરી પંચમુષ્ટિથી કેશનો લેચ કરીને “નો સિદ્ધાળ” એ પદ સંભારતાં ભગવંતે ચારિત્ર અંગીકાર કર્યું. એટલે તરત પ્રભુને ચતુર્થ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પંચમુષ્ટિથી લંચિત કરેલા ભગવંતના કેશને શકેંદ્ર પોતાના વસ્ત્રમાં લઈ ક્ષીરસાગરમાં લેપન કર્યા. પ્રભુની સાથે ત્રણ રાજપુત્રોએ સવેગથી ચારિત્ર અંગીકાર કર્યું. પછી સુરાસુર તથા રાજાઓ ભગવંતને નમસ્કાર કરીને સ્વસ્થાને ગયા; અને ભગવાન ત્યાંજ પિતાની બંને ભુજા લંબાવીને કાર્યોત્સર્ગમાં સ્થિત થયા. પ્રભાતે પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. હવે અષ્ટમ તપને પારણે ભગવંતે કે પકટાક્ષ નામના સન્નિવેશમાં ધન્ય નામે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે સાક્ષાત્ કલપવૃક્ષની જેવા ભગવંતને જોઈને પોતાના આત્માને ધન્ય માનતા એવા ધન્ય તત્કાળ ઉત્પન્ન થયેલ વિવેકથી પ્રભુને નમસ્કાર કરીને શુદ્ધ બુદ્ધિપૂર્વક પરમાન્ન (દૂધપાક) થી પ્રભુને પારણું કરાવ્યું. તે વખતે “અહો વાનગી રા” એવી ઉદ્દઘોષણાપૂર્વક દેવોએ આકાશમાં દેવદુંદુભિ વગાડી, સુગંધી જળની વૃષ્ટિથી વસુધાને આદ્ધ કરી, સુવ૨૮ 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust