________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ણીઓને વધ કરવાથી જે ધર્મને ઈચ્છે છે તે અગ્નિથી કમળસહિત વનને, સૂર્યાસ્તથી દિવસને, સર્પના મુખથી અમૃતને, વિવાદથી સાધુવાદને, અજીર્ણથી આરોગ્યને અને વિષથી જીવિતને ઈચ્છવા જેવું કરે છે. એટલા માટે દયાજ પ્રધાન છે. જેમ નાથ વિના સૈન્ય, જીવ વિનાશરીર, ચંદ્રવિના રાત્રી, હંસયુગલ વિના નદી–તેમ દયા વિના ધર્મ શોભતો નથી. માટે હે તપસ્વિન ! દયાવિના વૃથા લેશકારક કષ્ટ શામાટે કરે છે? જીવઘાતથી પુણ્ય શીરીતે થાય?” આ પ્રમાણે સાંભળીને કમઠ બે કે —-“હે ક્ષત્રિય! રાજપુત્રો તો માત્ર હાથી અને અશ્વની કીડાનેજ કરી જાણે છે, ધર્મને તે અમારી જેવા મહામુનિએજ જાણે છે.” પછી જગત્પતિ પાશ્વકુમારે તેના વિશ્વાસને માટે પિતાના માણસ પાસે અગ્નિકુંડમાંથી કાષ્ટ કઢાવીને તે યત્નપૂર્વક ફડાવ્યું. એટલે તે કાષ્ઠમાંથી તરતજ આકુળવ્યાકુળ થયેલ સર્પ નીકળે; પછી પ્રભુએ તે નાગને નમસ્કારમંત્ર સંભળાવ્યો, એટલે પ્રભુ ની વાણીમાંથી ઝરતા નમસ્કારરૂપ અમૃતનું પાન કરીને તે સર્પ સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણે થયો. અને તે નાગદેવોના મધ્યમાં મહર્કિંડે શોભવા લાગે. પછી “અહો અજ્ઞાન! અહે! કમઠનું અજ્ઞાન!” એમ કમઠની નિંદાપૂર્વક લોકોથી સ્તુતિ કરાતા પ્રભુ સ્વભવને ગયા. અને કમઠ તાપસ લેકેથી હેલના અને ગહ પામી ભગવંત ઉપર દ્વેષ કરતો અન્યત્ર ચાલ્યા ગયા. ત્યાં હઠથી તે અત્યંત કષ્ટકારી બાળતપ કરવા લાગ્યા. એ પ્રમાણે અજ્ઞાનતપ કરી પ્રભુ ઉપર દ્વેષ ધારણ કરતે મરણ પામીને તે ભવનવાસી મેઘકુમાર દેવામાં મેઘમાળી નામે અસુર થયે. કારણ કે –“બાળતપ કરવામાં સાવધાન, ઉત્કટ રોષ ધરનારા, તપથી ગર્વિષ્ઠ અને વૈરથી પ્રતિબદ્ધ થયેલા પ્રાણીઓ મરણ પામીને અસુરેમાંજ ઉત્પન્ન થાય છે.” તે મેઘમાળી અસુરાધમ દક્ષિણશ્રેણમાં દેઢ પપમના આયુષ્યવાળે થયો અને વિવિધ દેવસુખ ભેગવવા લાગ્યું. શ્રી પાશ્વકુમાર પણ ભેગસુખ ભેગવતાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. ' એકદા વસંતઋતુમાં લોકોના ઉપરોધથી પાશ્વકુમાર ઉદ્યાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust