________________ ૨૧ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, ત્યાં સુશીલ વિપ્રે ક્રમપૂર્વક કુળાચાર સાચા અને મંગળાચારપૂર્વક વરકન્યાને કરમેળાપ કરાવ્યું. પછી જેમના અંચળ (વસ્ત્રના છેડા) બાંધેલા છે એવા તે વરવધુ ચોરીમાં દાખલ થયા. ત્યાં ચંદન, પુષ્પ, તાંબુલ, વસ્ત્ર, અશ્વ અને હાથી વિગેરેથી સ્વજનોને સંતુષ્ટ કરવામાં આવ્યા, અને યાચકોને દાન દેવામાં આવ્યું. પછી ધૃત અને લાજ (જવ તલ) વિગેરેના હવનપૂર્વક વિધિથી વિપ્ર તેમને અગ્નિ ફરતા ફેરા ફેરવવા લાગ્યું. પ્રથમ મંગળમાં શ્વસુરરાજાએ હજારે ભાર સુવર્ણ આપ્યું, બીજા મંગળમાં કુંડળ અને હાર વિગેરે આભરણો આપ્યાં, ત્રીજા મંગળમાં સ્થાલ વિગેરે ભાજને તથા ગજ અને અશ્વ વિગેરે આપ્યા, અને ચેથા મંગળમાં દિવ્ય ચીવર (વસ્ત્રો) આપ્યાં. તેમજ બીજા પણ બધાં કૃત્ય કરવામાં આવ્યાં. એ પ્રમાણે વિવાહત્સવ પૂર્ણ કરી સમસ્ત જગતને પ્રસન્ન કરનાર પાશ્વકુમાર સવસ્થાને આવ્યા, એટલે સર્વને સંતોષ થયે. પછી પ્રસેનજિતુરાજા વિગેરે સ્વજને અશ્વસેન રાજાથી બહુ સત્કાર પામીને સ્વગૃહે ગયા. પ્રભુ પ્રભાવતી સાથે સુખભેગ ભેગવવા લાગ્યા; કારણ કે:નવીન સુરત સમાગમમાં પોતાના કરકિસલયના મૂળને ધુણાવતી, અને અહહ ! નહિ, નહિ! નહિ, મા, મા! મૂકે, મૂકે, એવી બાળયુવતિઓની વિસ્તૃત વાણી જે પુરૂષના શ્રવણપથમાં દાખલ થાય છેતેનર ધન્ય છે.” એમ અન્યત્ર કહેલું છે. “કુંકુમના પંકથી પંકિલ શરીરવાળી, પીન સ્તનપર કંપિત હારવાળી અને નૂપુરના નાદથી શબ્દાયમાન પદપદ્મવાળી એવી રામા (સ્ત્રી) જગતમાં કોને વશ કરતી નથી?” હવે શ્રી પાર્શ્વ કુમાર પ્રભાવતી સાથે ક્રીડા કરતા અને લોકોને પ્રેમ ઉપજાવતા દિવસો વ્યતીત કરવા લાગ્યા. વિના , સર્વજ્ઞ સૌદશા _पार्थनाथो जिनो जीया-द्विघ्नत्रातहरः परः / / // इति श्रीतपागच्छे श्री जगचंद्रसुरिपट्टपरंपरालंकारश्रीपूज्यश्रीहेम. विमलसरिसंतानीयगच्छाधिराजश्रीपूज्यश्रीहेमसोमसूरिवि P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust