________________ 217 , શ્રી પાર્શ્વનાથ બરિત્ર-ભાષાંતર સર્વદા આપનું જ શરણ થાઓ.” પાર્શ્વકુમારે કહ્યું કે –“હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ. તું તારી રાજ્યશ્રી સુખે ભગવ. હવે ફરીને આવું ન કરીશ.” યવને એ શિખામણ માન્ય રાખી, એટલે પ્રભુએ તેને સત્કાર કરી વિસર્જન કર્યો. પ્રભુની આજ્ઞા લઈને તે સ્વસ્થાને ગયે. આ બધું પ્રસેનજિતરાજાના જાણવામાં આવ્યું, એટલે તે પ્રભાવતીને સાથે લઈ પાશ્વકુમાર પાસે જઈ નમસ્કાર કરી અંજલિ જોડીને બોલ્યા કે:-હે નાથ ! તમને જોવાથી મારી દષ્ટિ સફળ થઈ, યવન પણ આપના પ્રતાપથી સજજન થયે, તમે રવિની જેમ પ્રકાશ કરનારા છે, હવે આ સશ્રીક કન્યાને પરણીને મને કૃતકૃત્ય કરે.” એટલે પાર્શ્વકુમારે કહ્યું કે-“હે રાજન ! તાતની આજ્ઞા વિના તમારી કન્યાનું પાણિગ્રહણ થઈ શકે નહિ, માટે વૃથા આગ્રહ કરશે નહિ.” તે વખતે પ્રભાવતીએ વિચાર કર્યો કે -અરે મારૂં મંદ ભાગ્ય લાગે છે, મારા મનોરથની સિદ્ધિ ન થઈ.” પ્રસેનજિત વિચારવા લાગ્યું કે –પાશ્વકુમાર સર્વથા નિઃસ્નેહ લાગે છે, તેથી અશ્વસેનરાજાના ઉપધથી જ મારા મનોરથની સિદ્ધિ થશે.” પછી પ્રભાવતીને ધીરજ આપી તેને સાથે લઈને પાકુમા૨ની સંગાતે પ્રસેનજિતરાજા પણ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં અશ્વસેનરાજાએ મહદ્ધિપૂર્વક સુરાસુરથી સ્વંયમાન એવા પાર્શ્વ મારને નગરપ્રવેશ મહત્સવ કર્યો અને ઇંદ્ર આવી બત્રીશ વંદનાદિક કરીને આઠ દિવસ પર્યંત મહત્સવ કર્યો, પ્રભાવતીને લઈને આવેલા પ્રસેનજિતરાજા અશ્વસેનરાજાએ આપેલા આવાસમાં ઉતર્યો. ત્યાં અશ્વસેન રાજા મળવા આવ્યા. તેમણે તેને કુશળ પૂછતાં કહ્યું કે - હે કુશસ્થલપુરાધીશ ! તમારા રાજ્યમાં સર્વત્ર કુશળ છે ?" તે બે કે “હે સ્વામિન્ ! જેના તમે રક્ષક છે તેને સર્વત્ર કુશળ હોય છે. વિશેષમાં આપને એ નિવેદન કરવાનું છે કે- મારી પ્રભાવતી પુત્રી પાર્શ્વકુમારપર અત્યંત પ્રેમવતી થઈ છે, માટે કૃપા કરી 1 આ બત્રીશ વંદનાદિક શું તે સમજાયું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust