________________ છેલ્લો ભવે. 200 કથન નિવેદન કર.” એટલે પુન: દૂત બોલ્યો કે - હે મૂઢ! વૃથા ગર્વ શાને કરે છે? શું ત્રણ જગતના નાથ પાર્શ્વકુમારને તું જાણતો નથી? પણ એ પ્રભુ તને સમરાંગણમાં બરાબર સમજાવશે. આ પ્રમાણે બેલતા દૂતને યવનના સાયુધ સુભટે મારવાને તૈયાર થઈ ગયા; એટલે વૃદ્ધ અમાત્યે તેમને અટકાવીને આક્ષેપપૂર્વક કહ્યું કે - “હે મૂખઓ ! મને તમારો અકસ્માત ક્ષય આવ્યે લાગે છે. જેની દે સહિત ઇદ્રો પણ સેવા કરે છે તે શ્રી પાર્શ્વકુમારના દૂતને હણવાથી તમારી શી દશા થશે તે જાણે છે?” એમ સાંભળી સુભટે સર્વે ભયભ્રાંત થઈ શાંત થઈ ગયા. પછી મંત્રીએ દૂતને હાથ પકડીને કહ્યું કે અમે પાકુમારના સેવકે છીએ, અને તેમને નમસ્કાર કરવા આવવાના છીએ.” એમ કહીને મંત્રીએ દૂતને વિ. સર્જન કર્યો. પછી તેણે યવનરાજને આ પ્રમાણે કહ્યું કે –“હે રારાજન ! જગત્રયના નાથ એવા પાશ્વકુમારને સુરાસુર, નાગેન્દ્રો અને સર્વે ઈંદ્રો સેવે છે, તે ચકવરી અથવા જિનેશ્વર થવાના છે. તેની સાથે વિરોધ કે? સૂર્ય ક્યાં અને ખોત કયાં? સિંહ કયાં અને શશ (મૃગ) ક્યાં ? તેમ તે પાશ્વકુમાર કયાં અને તમે કયાં ? એ પાર્શ્વકુમારની પાસે ઇ પોતાના માતલિ સારથિને શસ્ત્રસહિત શ્ય લઈને મોકલ્યો છે, માટે તમે કુઠારને કંઠપર લઈને પાWકુમારને આશ્રય લે. એમાંજ તમારૂં શ્રેય છે.” એટલે યવન બોલ્યો કે એ પાશ્વકુમારના આવા પરાક્રમને હું જાણતો નહોતે.” એમ કહી સર્વ સામંત અને મંડળેશ્વર સહિત યવનરાજા કુઠારને કંઠપર લઈને પાકુમારને નમસ્કાર કરવા ચાલ્યો. ત્યાં સમુદ્ર સમાન પ્રભુના સૈન્યને જોઈને મૃગની જેમ ત્રાસ પામતે તે પ્રભુના આવાસ દ્વાર આગળ આવી ઉભે રહ્યા. પછી પ્રભુની આજ્ઞાથી છડીદારે તેને સભામાં પ્રવેશ કરાવ્યું. ત્યાં પ્રભુએ કુઠાર મૂકાવ્યું, એટલે તે યવનરાજા પ્રભુના ચરણે નો, અને અંજલિ જોડીને કહેવા લાગ્યો કે:-“હે સ્વામિ ! હું આપનો સેવક છું, મારો અપરાધ ક્ષમા કરો. મારે 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust