________________ 208 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ગ્રહમાંથી રાજા પાસે આવીને કહ્યું કે:-“હે તાત ! આ સંરંભ કોની ઉપર કરે છે?” એટલે અશ્વસેન રાજાએ અંગુળીથી પેલા પુરૂષને બતાવીને બધો વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને પાશ્વ કુમારે કહ્યું કે -એ બિચારા યવન ઉપર આ ઉદ્યમ કે? આપ અહીં રહે, હું તેને શિક્ષા કરીશ.” રાજાએ ભક્તિ અને શક્તિથી સમર્થ એવું તેનું વાક્ય સાંભળીને હર્ષિત થઈ પાર્શ્વ કુમારને સૈન્ય સહિત ત્યાં જવા રજા આપી. એટલે મંત્રીપુત્ર પુરૂષોત્તમ તથા અનેક રાજાઓ સહિત પાર્શ્વકુમારે ત્યાંથી પ્રયાણ કર્યું. સ્વામીની આગળ ચાલતા હાથીઓ જંગમ પર્વતે જેવા ભાસવા લાગ્યા. નદીના વેગ જેવા અ, ક્રીડાગ્રહ જેવા ર અને કપિ જેવા પદાતિઓ સાથે ચાલવા લાગ્યા. આવા પ્રકારની કીડાથી પ્રભુ યવનને રમાડવા જતા હોય તેમ આગળ ચાલ્યા. તે વખતે બંદીજનોના ઘેષ, શંખાદિના શબ્દો અને વાજીત્રાના ગગનભેદક શબ્દોથી આકાશ શબ્દમય થઈ ગયું. પ્રથમ પ્રયાણેજ ઈદ્રને માતલિ નામે સારથિ રથ સહિત આવીને પ્રભુને પ્રણામ કરી કહેવા લાગ્યું કે - હે નાથ ! હું શકનો સારથિ છું. શક્ર આપને અતુલ બળીષ્ઠ સમજે છે, તથાપિ ભક્તિને લીધે તેણે રથ સહિત મને મોકો છે.” એટલે પ્રભુ તે રથ પર બેઠા અને કેટલેક દિવસે કુશસ્થળનગરની પાસેના ઉદ્યાનમાં આવી દેવકૃત સાત મજલાવાળા આવાસમાં રહ્યા. પછી મહા દક્ષ એવા એક દૂતને સારી રીતે શિખામણ આપીને યવનની પાસે મોકલ્યો. તેણે જઈને યવનરાજાને કહ્યું કે “શ્રીમાન પાશ્વકુમાર મારા મુખદ્વારા તમને એવો આદેશ કરે છે કે:-“હે યવન ! તમે તમારું બળ ન બતાવતાં સ્વસ્થાને ચાલ્યા જાઓ, કેમકે હું પાર્શ્વકુમાર આવી પહોંચે છું. એટલે યવનરાજ લલાટને ઉંચું કરી ભૃકુટી ચડાવીને બે કે:-“અરે દૂત ! મને શું તું જાણતા નથી? એ અશ્વસેન કેણુ? અને પાકુમાર પણ કોણ? કે જે મારી સામે લડવાને હામ ધરાવે છે. નિષ્ઠુર બોલતાં છતાં પણ તું દૂત હોવાથી તેને મારતો નથી, માટે તું તારા સ્વામી પાસે જઈને મારૂં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust