________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. mm નાભિ, સત્વ અને સ્વરમાં ગંભીર, સ્કંધ, પાદ અને મસ્તકમાં ઉન્નતિ કેશ, નખ અને દંતમાં સૂક્ષમ; ચરણ, ભુજા અને અંગુ. લિમાં સરલ, બ્રગુટી, મુખ અને છાતીમાં વિશાળ આંખની કીકી, વૃત, અને કેશમાં કૃષ્ણ કટિ, પૃષ્ટ, અને પુરૂષચિન્હમાં તુચ્છ, દાંત અને આંખમાં શુભ્રહાથ, પગ, ગુદા, તાલુ, જીભ, બંને ઓષ્ઠ, નખ, દંત અને માંસ—એ નવમાં તામ્ર હોય તે વખણાય છે.” એ બત્રીસ લક્ષણે તથા બીજા એક હજાર ને આઠ લક્ષણે સહિત, નવ હાથ પ્રમાણ શરીરવાળા, અદ્દભુત રૂપ અને ગંધયુક્ત દેહવાળા, જેના આહાર અને નીહાર અદશ્ય છે એવા, રોગરહિત, મળ અને પ્રવેદ રહિત–એવા ભગવંત વિશેષે દીપવા લાગ્યા. અનુક્રમે તે યુવતિજનને આનંદકારી એવું નવવન પામ્યા. એકદા રાજસભામાં બેઠેલા ભૂપતિની આગળ કે પુરૂષે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન્ ! અહીંથી પશ્ચિમ દિગ્બાગમાં કુશસ્થળ નામે નગર છે. ત્યાં નરવમાં નામે રાજા હતો. સુકૃતી, સત્યવાદી, ધર્મપ્રવક, જિનધર્મમાં રક્ત અને સાધુ શુશ્રષામાં તત્પર એવા તે રાજાએ નીતિપૂર્વક રાજ્ય પાળી અને પ્રાંતે રાજ્યલક્ષમીને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી.” એમ કહેતાં અશ્વસેન રાજા શિર ધુણાવતો બે કે –“અહો! એ મહાનુભાવ અને સત્ત્વશાળીને ધન્ય છે કે જેણે પિતાનું સ્વીકૃત રાજ્ય તજી દીધું.” એટલે પુન: તે પુરૂષ બે કે:-“હવે ત્યાં નરવર્માને પુત્ર પ્રસેનજિત રાજા રાજ્ય કરે છે. તે અથી જનેને સુરતરૂ સમાન છે. તેને પ્રભાવતી નામની કન્યા છે. તે અત્યારે નવવન પામી સાક્ષાત્ દેવકન્યા જેવી શોભે છે. અદ્દભુત અને નવવના એવી તે કન્યાને જોઈને તેના પિતાએ ચિંતાતુર થઈ તેને અનુરૂપ એવા વરની સર્વત્ર તપાસ કરાવી, પણ તે કઈ વર મળી ન શકો, એકદા તે સખીઓની સાથે વનમાં ક્રીડા કરવા ગઈ હતી, ત્યાં કિનારીઓથી ગવાતું એવું પાશ્વકુમારનું સ્વરૂપ તેણે સાંભળ્યું. તેના ગુણેનું વર્ણન સાંભળતાં પાશ્વકુમાર પર તે અનુરાગવતી થઈ. પછી અન્ય ક્રીડા તથા બ્રીડા ( લજજા) P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust