________________ છેલ્લો ભવ. 205 દ્વીપે જઈ ત્યાં શાશ્વત જિનેશ્વરને નમી અઠ્ઠાઈમોત્સવ કરી પ્રમુદિત થઈને સ્વસ્થાને ગયા. હવે પ્રભાતે સ્વામીની માતા વામાદેવી જાગ્રત થયા એટલે જેનું વદનકમળ વિકસિત છે અને જેણે દિવ્ય અંગરાગ અને વસ્ત્રને ધારણ કર્યા છે એવા પુત્રને પોતાના પડખામાં જોઈને તે પરમ પ્રદ પામ્યા. પછી રણના પરિવારે પુત્રજન્મને વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. દિકુમારીના આગમન વિગેરેને બધા હેવાલ કહી સંભના. એટલે તેને પારિતોષિક દઈને અશ્વસેન રાજાએ પુત્રના જન્મોત્સવનો પ્રારંભ કર્યો. પ્રથમ કેદખાનામાંથી સર્વ બંદીજનેને મુક્ત કર્યો. નૃત્ય અને અંગનાઓના દિવ્ય ગીતથી, વાજીંત્રના નાદથી, જયજયારવથી, નાટકથી અને શંખધ્વનિથી તે નગરી તે વખતે શબ્દાદ્વૈત (શબ્દમયી થઈ ગઈ. દાન, સન્માન અને વર્યાપન તથા વધતી લક્ષ્મીને લીધે તે રાજભુવન વિશાળ છતાં તે વખતે સંકીર્ણ થઈ ગયું. પછી કુળાચાર પ્રમાણે સૂતક નિવૃત્ત થતાં અશ્વસેન રાજા સ્વજનોને આમંત્રી ભેજન, વસ્ત્ર, આભરણાદિ સત્કારપૂર્વક કહેવા લાગે કે - હે સ્વજનો ! સાંભળો–આ બાળક ગર્ભમાં હતા ત્યારે એની માતાએ રાત્રે અંધકારમાં પણ પાસેથી ચાલ્યા જતા સર્પને જે હતો, માટે તે ગર્ભના અનુભાવથી આ બાળકનું પાશ્વ એવું નામ રાખવામાં આવે છે.” એમ કહી અશ્વસેન રાજાએ સ્વજન સમક્ષ બાળકનું પાશ્વ એવું નામ રાખ્યું. પછી તે બાળક ધાત્રી. ઓથી આદરપૂર્વક લાલન પાલન કરાતા બીજના ચંદ્રની જેમ અનુકમે વૃદ્ધિ પામવા લાગ્યા. ક્ષુધા લાગે ત્યારે શકે પોતાના અંગુઠામાં સંક્રમેલ અમૃતનું તે પાન કરતા હતા. ઇંદ્ર નીમેલી દેવાંગનાઓ સ્વામીને રમાડતી હતી. વાત્રાષભનારાચ સંઘયણ, સમચતુરસ સંસ્થાન તથા બિંબફળ સમાન ઓષ્ટને ધારણ કરનારા, કૃષ્ણ શરીરવાળા, નીલકાંતિવાળા, સારા નયનવાળા, પદ્મ જેવા શ્વાસવાળા અને બત્રીસ લક્ષણવાળા પાWકુમારે અનુક્રમે તરૂણાવસ્થામાં પ્રવેશ કર્યો. બત્રીસ લક્ષણે આ પ્રમાણે છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust